અજબગજબ જાણવા જેવું

તમે જાણો છો શા કારણે રોડ ઉપર લગાવવામાં આવે છે સફેદ અને પીળા રંગના પટ્ટાઓ, જાણો તેનું સાચું કારણ

રોડ અને રસ્તાઓ ઉપર ઘણા એવા ચિન્હો હોય છે જેને આપણે પણ જાણી નથી શકતા, તેના વિશે આપણે જાણવા પણ માંગતા હોઈએ છીએ. એવા જ એક ચિન્હો છે રોડ ઉપર બનવામાં આવેલી પીળા અને સફેદ રંગની લાઈન. રોડની વચ્ચે રહેલી લાઈનને જોઈને આપણે એવું નક્કી કરી શકીએ કે આ રોડને બે ભાગમાં વહેંચવા માટે હશે, તે સાચું જ છે પરંતુ આ સિવાય પણ આ સફેદ અને પીળી લાઈનના પટ્ટાઓના બીજા પણ ઘણા અર્થ છે ચાલો એ સમજીએ.

Image Source

સફેદ રંગની જાડી લાઈન:
રોડ ઉપર જો સફેદ રંગની જાડી લાઈન બનેલી હોય તો આ સફેદ રંગની જાડી અને લાંબી લાઈનનો મતલબ થાય છે કે તમે રોડ ઉપર જે લેનમાં ચાલી રહ્યા છો, તે જ લેનમાં તમારે ચાલવાનું છે. તમે બીજી લેનમાં જઈ નહીં શકો.

Image Source

તૂટેલી સફેદ લાઈન:
જો રોડ ઉપર જતા દરમિયાન તમને સફેદ રંગની તૂટેલી લાઈન દેખાય છે તો તેનો મતલબ છે કે તમે લેન બદલી શકો છો, પરંતુ સાવધાની સાથે અને બીજી ગાડીઓને પોતે લેન બદલી રહ્યા છે તેનો ઇન્ડિકેટર દ્વારા ઈશારો આપીને.

Image Source

રોડ ઉપર રહેલી પીળા રંગની લાઈન:
રોડ ઉપર જો તમને પીળા રંગની સીધી લાઈન દેખાય છે તો તેનો મતલબ છે કે તમે બીજી ગાડીને ઓવરટેક કરી શકો છો, પરંતુ પીળી લાઈનની પેલે પાર જઈ નહીં શકો.

Image Source

બે સીધી પીળી લાઈન:
તો રોડ ઉપર જોવા મળતી બે સીધી પીળી લાઈનનો મતલબ છે કે તમે પોતાની જ લેનમાં ચાલો, લાઈન પાર કરીને પેલે પાર ના જઈ શકો.

Image Source

તૂટેલી પીળી લાઈન:
ઓ તમને રોડ ઉપર પીળી લાઈન ટુકડામાં દેખાય છે તો સમજી જાવ કે તમને તૂટેલી પીળી લાઈન ઉપરથી પસાર થવાની પરવાનગી છે. પરંતુ સાવધાની સાથે.

Image Source

લાંબી પીળી લાઈન સાથે તૂટેલી પીળી લાઈન:
તમે રોડ ઉપર વાહન લઈને જતા હોય એ દરમિયાન તમે જોયું હશે કે એક લાંબી પીળી લાઈન હોય છે અને બીજી પીળી તૂટેલી લાઈન હોય છે. તેનો અર્થ થાય છે કે જો તમે તૂટેલી પીળી લાઈન તરફ ગાડી ચલાવી રહ્યા છો તો તમે ઓવરટેક કરી શકો છો. જો પીળી સળંગ લાઈન છે તો તમે ઓવરટેક ના કરી શકો.