હે ભગવાન… આ લોકોને વિકાસ ગમતો જ નથી ? ગામમાં બની રહ્યો હતો રોડ તો ગામના લોકો જ આવીને ચોરી કરી ગયા, ગજબ મામલો, જુઓ વીડિયો
Road theft in Bihar : દેશભરમાં ચોરીના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણી એવી ચોરીના મામલાઓ સામે આવે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય. ઘણા એવા ચોર હોય છે જે શાતીર દિમાગના હોય છે અને ચોરી કરવા માટે એવા એવા જુગાડ લગાવે છે કે લોકો પણ જાણીને હક્ક બક્કા રહી જાય. તમે અત્યાર સુધી રેલવેના પાટા અને લોખંડના પુલની ચોરી વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ હવે એક એવો ચોરીનો મામલો સામે આવ્યો છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે. કારણ કે ભાઈ આ ચોરી રોડની થઇ છે.
વાયરલ થયો રોડ ચોરીનો વીડિયો :
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક કારીગરો રોડ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન ગામના લોકો રોડ બનાવવા માટે મટીરીયલ લૂંટી રહ્યા છે. કોણ વધુ લૂંટી શકે તે માટે લોકોમાં રસ્તા પર લૂંટ ચલાવવાની હરીફાઈ ચાલી રહી છે. આ વીડિયો બીજે ક્યાંયનો નથી પરંતુ બિહારના જહાનાબાદનો છે.
રોડ બનતા જ લોકો ઉઠાવીને લઇ ગયા :
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મખદૂમપુર બ્લોકના ઔડાન બીઘા ગામનો છે, જ્યાં મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ એક રોડ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ રોડ બનતા પહેલા જ લોકોએ તે રોડને લૂંટી લીધો હતો. કેટલાક ગ્રામજનોએ કેમેરા વગર જણાવ્યું હતું કે આ રસ્તો ત્રણ કિલોમીટરનો થવાનો છે. પરંતુ રોડ બનતા પહેલા જ લોકોએ તેને લૂંટી લીધો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી. આ પહેલા પણ જ્યારે આ રોડ બનતો હતો ત્યારે પણ લોકોએ આવું જ કર્યું હતું અને રોડની લૂંટ ચલાવી હતી.
#बिहार : जहानाबाद में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत बनाई जा रही सड़क के ढलाई का मटेरियल लूटते हुए लोग, वीडियो वायरल..#Bihar #viralvideo pic.twitter.com/fS0XweXOr3
— National Darpan (@NationalDarpan) November 5, 2023
લોકોએ કરી સજાની માંગ :
આ વીડિયો જોયા પછી લોકો પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં અને કોમેન્ટ્સનો વરસાદ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું- આવા ચોરો વિરુદ્ધ FIR નોંધાતા જ તેમને 5 વર્ષ સુધી તમામ સરકારી સુવિધાઓથી દૂર રાખવા જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું- મૂર્ખ જનતા વિકાસને રસ્તા પરથી તેના ઘર સુધી ખેંચી જવા માંગે છે. આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.