પ્રેરણાત્મક

આર્મીના જવાનોનું આ કામ તો વખાણવા જેવું જ છે, તમે પણ જોઈને બોલી ઉઠશો, “વાહ જવાન વાહ”, વાંચો આખી ઘટના

પુરી સ્ટોરી વાંચીને અત્યારે જ ઉભા થઈને આર્મીના જવાનોને સેલ્યુટ કરશો: ભારતીય જવાનો દેશની સુરક્ષા કરે છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે ત છતાં પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેશસેવા માટે માત્ર સરહદ ઉપર જ નહિ દેશમાં પણ કેટલાક એવા કામો કરે છે જેને જોઈને ખરેખર આપણને ભારતીય સેના ઉપર ગર્વ થાય.

Image Source

આપણા દેશમાં પ્રદુષણની જો કોઈ મોટી સમસ્યા હોય તો એ છે પ્લાસ્ટિક. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકથી દેશને કેટલું મોટું નુકશાન થઇ રહ્યું છે. પ્લાસ્ટિકના વધતા જતા વપરાશને રોકવા માટે પણ સરકાર દ્વારા અવાર નવાર ઘણા પગલાં લેવામાં આવે છે. ત્યારે ભારતીય સેનાએ પણ રસ્તા ઉપ્પર પડેલા પ્લાસ્ટિકનો એવો ઉપયોગ કર્યો જેને જોઈને દેશના દરેક નાગરિકને ગર્વ થાય.

Image Source

ભારતીય સેનાએ ગુવાહાટીમાં નકામા પ્લાસ્ટિક અને ડામરની મદદથી રોડ જ બનાવી દીધો, આ ઘટના આખા દેશ માટે એક પ્રેરણાનો વિષય બની ગઈ છે.

Image Source

આ એક પાયલેટ પ્રોજેક્ટ હતો જે અંતર્ગત ગુવાહાટીના ભારતીય સેનાના મિલેટ્રી એન્જીનીયર સર્વિસ દ્વારા આ સાહસિક કામ કરવામાં આવ્યું. નારંગી મિલેટ્રી સ્ટેશનની અંદર જ નકામા પ્લાસ્ટિકથી રોડ બનાવવામાં આવ્યો. આ રોડની અંદર 1.24 M.T. પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો હતો.

ભારતીય સેનાના આ નવીનત કાર્યની લોકો પ્રસંશા કરી રહ્યા છે અને ખરેખર જયારે આજના સમયમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક મોટી સમસ્યા બનીને ઉભી રહી છે ત્યારે ભારતીય સેના દ્વારા લેવાયેલું આ પગલું એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે.