VIDEO: આવું બોગસ કામ ! નવા નક્કોર બનેલા રસ્તાને ગ્રામીણોએ ઉઠાવી લીધો આખો હાથમાં, વીડિયો જોઇ હેરાન રહી જશો

VIDEO: ભષ્ટ્રાચારની તમામ હદો પાર ! કોઇ ચાદરની જેમ ઉઠાવી લીધો નવો બનેલો રસ્તો, લોકોએ પકડી લીધુ માથુ

Poor Quality Road Video : સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય, તેની કોઇને ખબર નથી પડતી. તાજેતરની એક ઘટનામાં મહારાષ્ટ્રના જાલના જિલ્લાના કર્જત અને હસ્ત પોખરી ગામના રહેવાસીઓએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ ખરાબ રીતે બનેલ રસ્તાનું નિરીક્ષણ કર્યું. પોલીથીન અને ટારનો ઉપયોગ કરીને ઉતાવળે બાંધવામાં આવેલો રસ્તો તેની નબળી ગુણવત્તા અને યોગ્ય આયોજનના અભાવે તપાસ હેઠળ આવ્યો.

રોડના ઉદ્ઘાટન બાદ જ્યારે ગ્રામજનોએ રસ્તાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓએ તેને કાર્પેટની જેમ ઉપાડ્યો અને આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો. આ ઘટના અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટના બેજવાબદાર અને બિનઅસરકારક અમલને દર્શાવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ઓનલાઈન મીમ્સની લાઈનો લાગી ગઈ હતી. ત્યારે હવે લોકો જિલ્લા વહીવટી તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ વિડીયો જોયા બાદ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં રસ્તાની હાલત ખરાબ હતી, જેના કારણે રહેવાસીઓને વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે મદદ લેવાની ફરજ પડી હતી. મંજૂરી મળતાં જ જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ રોડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જો કે, 9.3 કિમી રોડ બન્યા બાદ બાંધકામની કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરે સ્થળની મુલાકાત લેવાનું બંધ કરી દીધું હતું. અપૂરતી જાળવણી સાથે આંશિક રીતે બાંધવામાં આવેલો રસ્તો નોંધપાત્ર રીતે બગડી ગયો છે, જેના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિણામે, અધિકારીઓએ ગામલોકોને શાંત કરવા માટે ઉતાવળમાં બાંધકામ પૂર્ણ કર્યું, તેમની ઉપેક્ષિત ક્રિયાઓની વાસ્તવિકતા છતી કરી.

મળતી માહિતી મુજબ, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું અને એન્જિનિયરે ઘટનાસ્થળે જઈને રસ્તાનું નિરીક્ષણ કર્યું. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – આ મજાક જેવું લાગે છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું છે- ભાઈ, આ શું છે અને કેમ?

Shah Jina