ધોધમાર વરસી રહ્યો હતો વરસાદ છતાં પણ બની રહ્યો હતો નવો રસ્તો! વીડિયો સામે આવ્યા બાદ સરકારે કર્યા અધિકારીઓના આવા હાલ

ધોધમાર વરસાદમાં અધિકારીઓ આવું કામ કરતા રંગે હાથ ઝડપાયા, સરકારે કડક પગલા લઈને કર્યા સસ્પેન્ડ, જુઓ વીડિયો

આજના ઇન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળી જાય છે. જેમાના અમુક પેરણાત્મક, અમુક ફની તો અમુક એટલા હેરાન કરી દેનારા હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. આવો જ એક હેરાન કરી દેનારો વીડિયો પંજાબના હોશિયારપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યા પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચાર અધિકારીઓ ભારે વરસાદમાં શેરપુર ડાકો ગામમાં રસ્તો બનાવવાનું કામ કરી રહ્યા હતા, જેની જાણ સરકારને થતા જ ચારે અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ વીડિયો ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે ધોધમાર વરસાદ વચ્ચે અમુક કાર્યકર્તાઓ રસ્તો બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યા રસ્તો બને છે ત્યાં પણ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયુ છે, એવામાં ધોધમાર વરસાદ વચ્ચે રસ્તો બનાવવો કેવી રીતે શક્ય બની શકે ! ધોધમાર વરસાદમાં નવી સડક ઉભી કરવી એકદમ વ્યર્થ છે અને સાથે જ ખુલ્લેઆમ રસ્તો બનાવવાના બહાને સરકારી પૈસાની બરબાદી પણ થઇ રહી છે. વીડિયોમાં એક વ્યક્તિ એવું પણ કહી રહ્યો છે કે,”આગળના ઘણા સમયથી આ કામ ચાલી રહ્યું છે અને સરકારી પૈસાની બરબાદી કરવામાં આવી રહી છે”. જેના બાદ પણ લગાતાર આ કામ ચાલી રહ્યું છે.

વીડિયો સામે આવ્યા બાદ પંજાબ સરકારના PWDના ચારે અધિકારીઓ સામે કડક પગલાં લીધા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા આ કાર્યકર્તાઓમાં તરસેમ સિંહ, વિપન કુમાર, પરવીન કુમાર અને જસબીર સિંહનો સમાવેશ છે. જાણવા મળ્યું છે કે રસ્તો નિર્માણ કરવાના સમયે ગામના કોઈ એક વ્યક્તિએ તેનું શૂટિંગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કેમ કે ગામના લોકો પણ આટલા ધોધમાર વરરસાદ વચ્ચે નવો રસ્તો નિર્માણ કરવાના વિરોધમાં હતા. વીડિયો સામે આવ્યા બાદ લોકો પોત-પોતાના મંતવ્યો આપી રહ્યા છે. અમુક યુઝર્સ કાર્યકર્તાઓઓની આવી લાપરવાહીને લીધે તેઓને ખુબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

Krishna Patel