સૌથી ભયાનક અકસ્માત: ટ્રકે ટક્કર મારતાં રિક્ષાનો પેચો વળી ગયો, 7ના મોત – જુઓ તસવીરો

મધ્યપ્રદેશમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં સાતથી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ કરુણ ઘટના ત્યારે બની જ્યારે દસ લોકોને લઈ જતી એક ઓટો રિક્ષાને પાછળથી એક ટ્રકે જોરદાર ટક્કર મારી, જેના પરિણામે રિક્ષામાં સવાર મુસાફરો કચડાઈ ગયા હતા.

આ દુર્ઘટનાની જાણ થતાં જ દમોહના કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુતકીર્તિ સોમવંશી તેમના વહીવટી કર્મચારીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની મદદથી ટ્રકમાં ફસાયેલી ઓટો રિક્ષામાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કરુણાંતિકામાં ઓટો રિક્ષાના ચાલક આલોક ગુપ્તા સહિત સાત લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ઘાયલ થયેલાઓમાં ગાયત્રીના પતિ સિદ્ધુ, રીટાબાઈના પતિ રાજેશ અને એક બાળકનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ટ્રક ચાલક નીરજ સિંહ દારૂના નશામાં ધૂત હતો અને તેણે આ સ્થિતિમાં ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે અને તેની વિસ્તૃત પૂછપરછ હાથ ધરી છે.

આ દુર્ઘટના મધ્ય પ્રદેશના દમોહ-કટની સ્ટેટ હાઈવે પર આવેલા દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના સમન્ના ગામ નજીક મંગળવારે બપોરના સમયે સર્જાઈ હતી. ઘટનાસ્થળે જ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને તેમાં સવાર લોકોને કચડીને આગળ વધી ગયો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

YC