ખબર

યુપી પછી, મધ્યપ્રદેશમાં અકસ્માત, સાગરમાં મજૂરો લઇ જતી ટ્રક પલટી મારી ગઈ, પાંચનાં મોત

કોરોના વાયરસ રોગચાળો અને લોકડાઉનથી સૌથી વધુ નુકશાન મજૂરોને થયું છે. લોકડાઉન દરમ્યાન મજૂરીઓનું ઘરે પાછા જવાનું અને રાષ્ટ્માં અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસમાં જ મજૂરો સાથે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં પરપ્રાંતિય મજૂરો સાથે માર્ગ અકસ્માત થયા બાદ હવે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પણ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોનું મોત નીપજ્યું છે અને 11 જેટલા લોકો ઘાયલ થયા છે.

Image Source

પરપ્રાંતિય મજૂરો ટ્રકમાં બેસીને મહારાષ્ટ્રથી યુપી તરફ જઈ રહ્યા હતા, પરંતુ સાગર જિલ્લાના બાંદા વિસ્તારમાં ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 5 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ટ્રકમાં ડ્રાઇવર અને કંડક્ટર સહીત 18 લોકો સવાર હતા જેમાં હતા. આ પહેલા આજે વહેલી સવારે યુપીના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં 24 પરપ્રાંતિય મજૂરનાં મોત નીપજ્યાં હતાં.

નરસિંહપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક સક્સેનાએ જણાવ્યું કે, કેરીની ટ્રકમાં બે ડ્રાઈવર અને કંડક્ટર સહિત 18 લોકો સવાર હતા. પાથા ગામ નજીક અચાનક જ ટ્રક પલટવાથી 5 કામદારોનાં મોત નીપજ્યાં અને 11 લોકો ઘાયલ થયા. જિલ્લા મેજિસ્ટ્રેટ દિપક સક્સેનાએ જણાવ્યું હતું કે કામદારો હૈદરાબાદથી યુપીના આગ્રા જઈ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાંદા મોકલવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમો અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

પરપ્રાંતિય મજૂરો સાથે આ ત્રીજો અકસ્માત છે. પહેલો અકસ્માત ઔરૈયામાં થયો હતો, જેમાં 24 સ્થળાંતર મજૂરનાં મોત નીપજ્યાં હતાં. બીજો અકસ્માત તેલંગાણા બોર્ડર પર નેશનલ હાઇવે 44 પર બન્યો હતો, જેમાં પરપ્રાંતિય મજૂરો લઇને જતી ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 20 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, ત્રીજો અકસ્માત મધ્યપ્રદેશનો છે, જેમાં 5 મજૂરોનાં મોત નીપજ્યાં છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.