રોડ અકસ્માતમાં 3 સેલિબ્રિટી સહિત 9 લોકોના મોત, જુઓ ફોટોઝ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીના એકસાથે ત્રણ ચિરાગ બુઝાઇ ગયા, 25 ફેબ્રુઆરી રવિવારના રોજ મોડી સાંજે મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકલી ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા જેમાં ભોજપુરી એક્ટ્રેસ આંચલ તિવારી પણ સામેલ છે. આંચલ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી. આ અકસ્માતમાં અન્ય ભોજપુરી અભિનેત્રી સિમરન શ્રીવાસ્તવ અને સિંગર છોટુ પાંડેનું પણ મોત થયું છે.

ભોજપુરી સિનેમાના ઉભરતા કલાકારોનું માર્ગ અકસ્માતમાં મોત થતા શોકની લાગણી છવાઇ છે.બિહારના કૈમુરમાં દેવકલી ગામ પાસે જીટી રોડ પર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો અને તે બાદ સોમવારે મૃતકોની ઓળખ થઈ હતી. આ પછી પોલીસે એક નિવેદન જારી કરીને મોતની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે, અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે.

મૃતકોમાં આંચલ તિવારી, સિમરન શ્રીવાસ્તવ, છોટુ પાંડે, પ્રકાશ રામ, દધિબલ સિંહ, અનુ પાંડે, શશિ પાંડે, સત્ય પ્રકાશ મિશ્રા અને બાગીશ પાંડે સામેલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પહેલા SUV કાર અને મોટરસાઈકલ વચ્ચે ટક્કર થઈ અને તે પછી બાઇક અને એસયુવી બીજી લેનમાં પ્રવેશ્યા.

આ પછી સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે ટક્કર મારી અને મોટરસાઇકલ ચાલક સહિત 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. જો કે, અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આંચલ તિવારી ભોજપુરીની ઉભરતી સ્ટાર હતી.

Shah Jina