ફિલ્મી દુનિયા

લગ્નના 21 વર્ષ બાદ અલગ થયું બોલીવુડનું આ કપલ, અલગ થવાનું કારણ છે કંઈક આવું

ફેમિલી કોર્ટમાંથી એક્ટર અર્જુન રાપાલ અને તેની પત્ની મેહર જેસિકા આજે ઓફિશિયલ અલગ થઇ ગયા છે. આજે અર્જુન અને મેહરના 21 વર્ષના સંબંધનો અંત આવ્યો હતો. ફેમિલી કોર્ટ મંગળવારે અર્જુન અને મેહરના સહમતી બાદ છૂટાછેડા લીધા હતા.

એક રિપોર્ટ મૂજબ બાંદ્રાની ફેમિલી કોર્ટેના જજ શૈલઝા સાવંતને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા થયા છે. અર્જુન અને મેહરે 30 એપ્રિલ 2019ના રોજ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેના 6 મહિના બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. બન્નેના અલગ હોવાની ખબર 2011માં આવી હતી.

જે બાદ અર્જુને 2018માં આ વાતને ઓફિશિયલ જાહેર કરી હતી. ખબરોની માનીએ તો અલગ થવાનું કારણ મતભેદ છે. અર્જુન અને મેહરની બન્ને પુત્રીઓ માહિકા અને માયરા તેની માતા મેહર જેસિકા સાથે રહેશે. અર્જુનની મોટી પુત્રી 17 અને નાની પુત્રી 14 વર્ષની છે.

છૂટાછેડાને લઈને અર્જુન રામપાલે કોઈ વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અર્જુનના અનુસાર, હું એ વિષે કેમ વાત કરું આનાથી કોઈને શું લેવા દેવા છે. મને આ વિષે કોઈ વાત નથી કરવી. તો બીજી તરફ મેહર પણ આ વાત કરવાંથી બચી રહી હતી. જણાવી દઈએ કે, અર્જુન રામપાલે 1998માં તે સમયની સુપર મોડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા.

અર્જુન અને મેહરે અલગ થવાની સાથે એક સંયુક્ત નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં જણાવ્યું હતું કે, 20 વર્ષના આ સુંદર સમયગાળામાં સુંદર યાદો સાથે હવે અમે અલગ-અલગ રસ્તા અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમે મહેસુસ કર્યું છે કે, અમારે બન્નેના રસ્તા અલગ તરફ જઈ રહ્યા છે. અમે બન્ને હંમેશા સાથે સારી રીતે રહ્યા છે અને આગળ જતા પણ એકબીજાએ સપોર્ટ કરતા રહીશું પરંતુ એક નવી જર્ની સાથે. અમે હંમેશા એકબીજા સાથે રહીશું.

 

View this post on Instagram

 

@rampal72 and #MehrJessia have announced in a joint statement that they will end their 20-year-old marriage. Here’s what the statement read: “Both of us being extremely private people feel strange to be making this statement, but such are the circumstances of our lives. Where the truth can get distorted and lost. We are a family, our love for each other is forever intact and we shall always be there for one another and most importantly, for our children Mahikaa and Myra. We would therefore appreciate our privacy through this time. Thank all for their support. Relationships can end, but love lives on. We won’t be commenting on this any further.” The duo has two daughters, Mahikaa (16) and Myra (13). #tellybeats #bollywood #bollywoodnews #bollywoodupdates #bollywoodgossip #celebnews #celebgossip #arjunrampal #mehrjessia #divorce #celebdivorce #celebrity #indianfilmstar #indianfilmactor #bollywoodactor #model #supermodel #couple #trending #news #entertainment #lifestyle

A post shared by tellybeats (@tellybeats) on

જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયથી અર્જુન રામપાલ ફિલ્મોની સાથે-સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે, હાલમાં અર્જુન તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે લિવ-ઈનમાં રહે છે. થોડા સમય પહેલા ગેબ્રિએલાએ પુત્રને જન્મ આપ્યો હતો.

પરંતુ હજુ સુધી અર્જુન રામપાલે ગેબ્રિએલા સાથે લગ્ન કર્યા નથી. ગેબ્રિએલા એક સાઉથ આફ્રિકન મોડેલ એન એક્ટ્રેસ છે. આ સિવાય તે ગત વર્ષ 100 સેક્સીએસ્ટ મહિલાના લિસ્ટમાં શામેલ થઇ હતી. ગેબ્રિએલાએ જયારે બાળકને જન્મ આપ્યો ત્યારે અર્જુનની પુત્રીઓ તેને મળવા ગઈ હતી.

 

View this post on Instagram

 

IIFA ROCKS!!!!!!! #IIFA

A post shared by Arjun (@rampal72) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.