અમદાવાદમાં સોલા જનતાનગર ફાટક પાસેથી ફેમસ RJ ના પપ્પાની લાશ મળી, પિતાએ અંતિમ ચિઠ્ઠી લખી કર્યો આપઘાત

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ વધતા જઇ રહ્યા છે. આ ઉપરાંત મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી પણ આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવે છે. ઘણીવાર કોઇ પારંપારિક સમસ્યા કે ઘણીવાર આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સા બનતા હોય છે, ત્યારે હાલ અમદાવાદના જાણિતા રેડિયો જોકીના પિતાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. RJ કુણાલના પિતા ઇશ્વરભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી ગયો છે.

જો કે, આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ પણ લખી હતી જે તેમની પાસેથી મળી આવી છે. ઇશ્વરભાઇનો મૃતદેહ જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જણાવી દઇએ કે, RJ કુણાલના પિતા પહેલા પૂર્વ પત્નીએ કેટલાક વર્ષો પહેલા આપઘાત કર્યો હતો. RJની પૂર્વ પત્નીએ 21 જાન્યુઆરી 2016ના રોજ સચીન ટાવરના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.

મૃતક

આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂમિએ આપઘાત પહેલા તેના મિત્રને એસએમએસ પણ કર્યો હતો અને સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી અને BBAનો અભ્યાસ કરનારી ભૂમિએ લગ્નના બે મહિનામાં જ આપઘાત કરી લીધો હતો.

આ બાબતે એવી વિગત સામે આવી હતી કે એક વર્ષના સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાતા પરિવારની સંમતિથી કુણાલ અને ભૂમિના લગ્ન 24-11-2015ના રોજ થયા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા ભૂમિએ આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ હતુ.

Shah Jina