અમદાવાદની રાણી RJ દેવકી અને અભિનેતા પરેશ રાવલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર નીકળ્યા અનોખી રાઈડ પર, કરી એવી વાતો કે.. જુઓ વીડિયો

આપણું ગુજરાત દુનિયાભરમાં એક આગવી પ્રતિભા ધરાવે છે, ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે અને ગુજરાતી જ્યાં પણ વસે ત્યાં આખું ગુજરાત ઉભું કરી દેતો હોય છે. ગુજરાતીઓમાં ટેલેન્ટ પણ ખુબ જ ભરપૂર હોય છે અને પોતાના ટેલેન્ટથી જ તેઓ દુનિયાભરમાં પોતાની આગવી નામના ધરાવે છે.

ત્યારે હાલમાં અમદાવાદની અંદર બે ટેલેન્ટેડ ગુજરાતીઓ એકબીજા સાથે એક અનોખી રાઇડમાં વાતો કરતા જોવા મળ્યા. બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ કે જેઓ મૂળ તો ગુજરાતી જ છે અને ગુજરાતની મોસ્ટ પોપ્યુલર RJ દેવકી. દેવકીએ “દેવકીકા કાર-ઓ-બાર”માં અભિનેતા પરેશ રાવલ સાથે તેમની આગામી ફિલ્મ “Dear ફાધર”ને લઈને ઘણી બધી વાતો કરી હતી.

આરજે દેવકી એક વિન્ટેજ કારમાં પરેશ રાવલને બેસાડીને અમદાવાદના રિવરફ્રન્ટમાં રાઈડ ઉપર નીકળે છે. સાથે જ આ રાઇડમાં જ તે  તેમનું ઇન્ટરવ્યૂ લઇ રહી છે. જેમાં તે પરેશ રાવલને ઘણા  સવાલો પૂછી રહી છે, આ સાથે જ તે પરેશ રાવલને તેમના નાટકો અને તેમના જીવન વિશેના પણ ઘણા સવાલો કરે છે.

પરેશ રાવલને દેવકી સવાલ પૂછે કે તમને માણસ તરીકે બદલ્યા હોય એવું કોઈ તો જવાબમાં પરેશ રાવલ જણાવી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલે તેમને નાગરિક તરીકે બદલ્યા અને “તમન્ના” ફિલ્મે તમને માણસ તરીકે બદલી નાખ્યા. આ ઉપરાંત દેવીકીએ તેમના અંગત જીવનને લઈને પણ કેટલાક સવાલો કર્યા હતા અને તેમના જીવન વિશે પણ તેમને ઘણી વાતો કરી હતી.

આ ઉપરાંત પણ દેવીકી પરેશ રાવલ સાથેના આ ઇન્ટરવ્યૂની અંદર તેમની ફિલ્મોથી લઈને ઘણીબધી વાતો કરી રહી છે, સાથે જ પરેશ રાવલ સાથેના આ ઇન્ટરવ્યૂને એક દિશામાં લઇ જવાનું કામ કર્યું છે. કારણે મોટા ભાગે ઇન્ટરવ્યૂ એક રૂમની અંદર કે કોઈ એક જગ્યાએ બેસીને જ લેવામાં આવતા હોય છે. ત્યારે દેવકીના સવાલોના જવાબ આપવાનું પરેશ રાવલને પણ ખુબ જ પસંદ આવ્યું હતું.તમને જણાવી દઈએ કે પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ “Dear ફાધર” 4 માર્ચના રોજ સિનેમાઘરોમાં પ્રસારિત થવા જઈ રહી છે, આ  ફિલ્મમાં પરેશ રાવલ ડબલ રોલમાં જીવ મળવાના છે. તેમની સાથે આ ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા ચેતન ધાનાણી પણ જોવા મળવાના છે.

પરેશ રાવલ 40 વર્ષો બાદ ગુજરાતી સિનેમામાં ફરીથી પોતાની પ્રતિભાના દર્શન કરાવવા આવી રહ્યા છે.આ ઉપરાંત ગુજરાત સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય એ પણ બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની આગામી ફિલ્મ “Dear ફાધર”ને લઈને તેમના ફેસબુજ પર લાઈવ ચર્ચા કરી હતી, જેનો વીડિયો કાજલબેનના ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો, જુઓ દિગ્ગજ લેખિકા અને દિગ્ગજ અભિનેતા વચ્ચેનો સુમધુર સંવાદ આ વીડિયોમાં તેઓની 30 વર્ષ જૂની ઓળખાણ છે અને ખાસ મિત્રો પણ છે. ડિયર ફાધર ફિલ્મ આજે સિનેમાઘરોમાં પ્રસારિત થઇ ગઈ છે અને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel