બોલીવુડમાં નસીબ અજમાવવા માટે એક્ટર અને એક્ટ્રેસ આવતા હોય છે. પરંતુ તેમાંથી ઘણા સફળ થાય છે તો ઘણા એક કે બે ફિલ્મો કરીને બહાર નીકળી જાય છે. પરંતુ એમાંથી બહુ ઓછા હોય છે કે જે બોલીવુડમાં સફળ થયા બાદ હોલીવુડમાં પણ જગ્યા બનાવે છે. આજે આપણે દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાના કરિયરની વાત કરીએ છીએ. દેશી ગર્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશન દરમિયાન મીડીયાને તેની હોલીવુડની સફરને લઈને વાત કરી હતી.
હાલમાં જ પ્રિયંકાની ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ રિલીઝ થઇ છે. ત્યારે તેના પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં દેશી ગર્લ જણવ્યું હતું કે, તેને હોલીવુડ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે હોલીવુડમાં કામ કરવા માટે એજન્ટને મળતી હતી. કામના સિલસિલામાં જે જયારે પણ હોલીવુડના લોકોને મળતી હતી ત્યારે તેને નામ સાથે પરિચય આપવો પડતો હતો.
View this post on Instagram
#Day2 Breezing through interviews for #TheSkyIsPink in @jonathansimkhai. In theatres Oct 11!
વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, બોલીવુડમાં આટલું નામ કમાયા બાદ પણ મને હોલીવુડમાં કોઈ જાણતું ના હતું. મારે મિટિંગ દરમિયાન લોકોને બતાવવું પડતું હતું કે મેં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે, અને મારી શું પ્રોફાઈલ છે. મને એ વાતનું ક્યારે પણ ખરાબ નથી લાગ્યું કારણકે મારે કામની જરૂરત હતી. તેથી મેં લોકો સાથે ફક્ત વાત જ નથી કરી પરંતુ માથું નમાવીને કામ પણ માંગ્યું હતું.
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, મેં ફક્ત એક જ વાતનો ખ્યાલ રાખ્યો હતો કે, હું હોલીવુડ ફિલ્મ અથવા પ્રોજેક્ટનો હિસ્સો બનું મારું કામ દર્શકોને નજરે આવું જોઈએ. વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, તે સમયે હું ફિલ્મ ‘ગુંડે’નું શૂટિંગ કરી રહી હતી.
ફિલ્મના સેટ પર હોલીવુડના એક પ્રોજેક્ટ્સ માટે મેન કાસ્ટિંગ એજન્ટ મળવા આવ્યો હતો, ત્યારે મારે એની સાથે વાતચીત થઇ હતી મેં તેને સમજાવ્યું હતું કે હું બોલીવુડમાં સારું કામ કરી રહી છું મારી પાસે સ્ટારડમથી લઈને બધું છે. તો મારી માટે હોલીવુડમાં કામ જોજો જેમાં હું સ્ક્રીન પર નજરે આવું. એક ગ્લોબલ સ્ટાર તરીકે દર્શક મને નોટિસ કરી શકે.
પ્રિયંકા એ વધુમાં જણાવ્યું હતું કે, લોકોને લાગી રહ્યું છે કે મને બધું એમ જ મળી ગયું છે. પરંતુ હું જ જાણું છું કે મારે અહીં પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સંઘર્ષ દરમિયાન મેં ફક્ત કામ પર જ ધ્યાન આપ્યું અને લોકોને મળતી રહી. એ કયારે પણ મારો ઈગો કામની વચ્ચ્ચે નથી લાવ્યો. મેં ક્યારે એ પણ નથી વિચાર્યું કે હું બોલીવુડની મોટી સ્ટાર છું તો હોલીવુડમાં કેમ કામ સ્વીકારું? મેં મારી સમજી-વિચારીને અને મહેનત કરીને જ હોલીવુડમાં રસ્તો કર્યો છે.
પ્રિયાંકાની હોલીવુડની સફર ભલે એટલી શાનદાર ના રહી હોય પરંતુ તેની મહેનત રંગ લાવી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.