ખબર ફિલ્મી દુનિયા

સુશાંતસિંહ રાજપૂત કેસ: રિયાના વકીલે કહ્યું – જે લોકો તેનો બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમને છોડશે નહીં

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટ્યાના ચાર દિવસ પછી અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલે દાવો કર્યો હતો કે સુશાંતની મોતના આ કેસમાં રિયાએ તેની સામે ગેરમાર્ગે દોરનારા અથવા બરબાદ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ તેમને બોમ્બે હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે.

Image Source

રિયા ચક્રવર્તીના વકીલ એડવોકેટ સતીષ માનેશિંદેએ રવિવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, “મેં કહ્યું હતું કે એકવાર રિયા ચક્રવર્તી જામીન પર છૂટશે, પછી અમે તેઓની પાછળ ચાલવાનું શરૂ કરીશું. જે લોકોએ તેને બદનામ કરી અને તેનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ કર્યો તે પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર બનાવટી સમાચાર ચલાવીને માત્ર બે મિનિટ સુધી લોકોને ખેંચવાનો પ્ર્યાસ કર્યો હતો.

Image Source

“અમે ટીવી અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર નકલી અને ખોટા દાવા કરનારા લોકોનું લિસ્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને મોકલીશું. સુશાંત સિંહ રાજપૂત કેસ પર મોબાઈલ રેકોર્ડિંગ્સ અને બનાવટી સમાચાર સહિત ખાસ કરીને રિયા ચક્રવર્તીના સંદર્ભમાં જે કંઈ પણ માહિતી મળશે તે સીબીઆઈને આપીશું. અમે તપાસને ગેરમાર્ગે દોરવા માટે સીબીઆઈને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરીશું.”

Image Source

રિયાના વકીલનો વિશેષ રિયાના પાડોશી ડિમ્પલ થવાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમણે નિવેદન આપ્યું હતું કે કોઈએ તેમને કહ્યું હતું કે સુશાંત સિંહે 13 જૂનના રોજ રિયાને ઘરે મુકવા ગયો હતો. માનશિંદેએ કહ્યું કે ‘રવિવારે સીબીઆઈ દ્વારા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે.’ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. તેના પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. 7 ઓક્ટોબરે તેને જામીન પર છોડવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.