છેલ્લા 10 વર્ષથી ડેટિંગ કર્યા બાદ અનિલ કપૂરની લાડલી આ વ્યક્તિ સાથે કરી રહી છે લગ્ન, જુઓ લગ્ન પહેલાની રોમાન્સ કરતી તસવીરો

અનિલ કપૂરની બીજી દીકરીના વિદાયની તૈયારી પૂર્ણ, લગ્નના રિવાજો માટે જગમગાયો બંગલો

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. રિયા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લેવાની છે. બંનેના લગ્ન નજીકના સંબંધીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં તેમના બંગલા ઉપર થવાના છે. જેને લઈને ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

અનિલ કપૂરની એક દીકરી સોનમ કપૂર ફિલ્મી દુનિયામાં મોટું નામ મળેવી ચુકી છે. ત્યારે સોનમની બહેન રિયા કપૂર ભલે ફિલ્મી દુનિયાથી દૂર રહેતી હોય પરંતુ તેની લાઈફ પણ કોઈ અભિનેત્રી કરતા ઓછી લક્ઝુરિયસ નથી. રિયાની ઉંમર 33 વર્ષની છે અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ એક્ટિવ રહે છે.

તમને જાણવી દઈએ કે રિયા કપૂરને અભિનેત્રી બનાવની ઈચ્છા નહોતી, પરંતુ તે હંમેશાથી પ્રોડ્યુસર બનાવ માંગતી હતી. પ્રોડ્યુસર હોવાની સાથે સાથે તે એક પ્રખ્યાત ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે.

રિયા અને કરણે એક બીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યું છે અને હવે આ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ બંને હવે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ઘણીવાર આ બંનેના સંબંધોની ખબરો સામે આવી છે, પરંતુ હજુ સુધી તેમને પોતાના સંબંધોને જાહેર નહોતો કર્યો.

ભલે બંનેએ પોતાના સંબંધોને સોશિયલ મીડિયા ઉપર જાહેર ના કર્યો હોઉં પરંતુ આ કપલ હંમેશા પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉરપ શેર કરતા હતા. અને ચાહકો સામે ખુલીને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ અભિવ્યક્ત કરતા હતા.

ત્યારે હવે અનિલ કપૂર આજે પોતાની નાની દીકરી રિયા કપૂરનું કન્યાદાન કરવાના છે. જેના માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચુકી છે. અનિલ કપૂરનું ઘર જ આ લગ્નનું લગ્નસ્થળ છે જેના  તેમને પોતાના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે.

Niraj Patel