મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત કેસ : NCBના સામે અભિનેત્રી રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો- બહેન અને જીજાજી લાવતા હતા સુશાંત માટે ખાસ..

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તેમના અચાનક નિધનથી પરિવારથી લઇને ચાહકો સુધી અને બોલિવુડ સુધી બધાને હલાવીને રાખી દીધા છે. હવે તેમની પુણ્યતિથિ જલ્દી જ આવી રહી છે અને એકવાર ફરી કેસમાં હલચલ જોવા મળી રહી છે.

સુશાંતના મોત બાદથી ડ્રગ્સ એન્ગલ સામે આવી રહ્યો છે અને સતત NCB સક્રિય છે. કેટલાક દિવસ પહેલા જ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરવામાં આવી હતી. તે સુશાંતના ફ્લેટમેટ પણ હતા.

હવે સુશાંત કેસ સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતની કરીબી અને ડ્રગ્સ કનેક્શન મામલામાં કથિત આરોપી રિયા ચક્રવર્તીએ NCBને આપેલ મહત્વપૂર્ણ નિવેદન ચાર્જશીટમાં સામેલ છે. કોર્ટે 16/2020 કંપ્લેેંટ કેસ નંબરમાં આ ચાર્જશિટને સંજ્ઞાનમાં લીધેલ છે.

તમને જણાવી દઇએ કે, રિયાના હાથથી લખેલ ઇકબાલિયા નિવેદન NCB પાસે છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા છે તેમાં રિયાએ સુશાંતના પરિવાર વાળાને લઇને વાત કહી છે. આ મામલામાં રિયા અને અન્ય આરોપી જમાનત પર બહાર છે.

રિયાનો આરોપ છે કે, સુશાંતની બહેન પ્રિયંકા અને તેના જીજાજી સિદ્ધાર્થ પણ ડ્રગ્સ લેતા હતા. રિયાનું કહેવુ છે કે, તે બંને ગાંજો લેતા હતા અને સુશાંત માટે પણ લઇને આવતા હતા.

NCBને આપેલ નિવેદનમાં રિયાએ લેખિત સ્ટેંટમેન્ટમાં તેણે કહ્યુ કે, સુશાંતને ડ્રગ્સની આદત પહેલાથી જ હતી. તેનથી મળ્યા પહેલા તે ડ્રગ્સ લેતો હતો. રિયાનું કહેવુ છે કે, સુશાંતનો પૂરો પરિવાર આ જાણે છે કે તેને ડ્રગ્સની લત હતી.

રિયાએ એ પણ ખુલાસે કર્યો છે કે, સુશાંતની બહેને 8 જૂન 2020ના રોજ તેમે વ્હોટ્સએપ મેસેજમાં કેટલીક દવાઓ લેવાની સલાહ આપી હતી, જે ડ્રગ્સ હતા. તેનો એ આરોપ છે કે, આમાંથી કેટલીક દવાઓ જાનલેવા હતી. સુશાંત પહેલાથી જ ડોક્ટર નિકિતાની લખેલી કેટલીક દવાઓ લેતો હતો.

રિયાએ NCB સામે પોતાનો પક્ષ રાખતા  કહ્યુ કે, બાલિગ હોવાને કારણે આ સાથે રિયાએ એ પણ જણાવ્યુ કે, સુશાંત તેની પરમિશન વગર ડ્રગ્સ લેતો હતો. આ તે તેન મળ્યા પહેલાથી જ લેતો હતો.

રિયાએ કહ્યું કે, તેણે સુશાંતને હોસ્પિટલમાં દાખલ કરાવવાના પ્રયાસ કર્યા હતા અને તે વાતના તેની પાસે પુરાવા પણ છે. જો કે તે વાતને લઈને સુશાંત સંમત ન હતો.