રિવરફ્રન્ટ ફાયરિંગ કેસ : એકની હત્યા, એકની આત્મહત્યા અને ત્રીજો જેલમાં…પૈસા બાબતે એક મિત્રની હત્યા કરી પોતે કરી લીધી આત્મહત્યા, હવે ત્રીજો મિત્ર જેલમાં…

રિવરફ્રન્ટ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો; ત્રણ મિત્રોમાં એકની હત્યા, બીજાએ આપઘાત કર્યો, ત્રીજો જેલમાં પહોંચ્યો, 2 મોતના ભેદ ઉકેલાયા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ આવો મામલો સામે આવ્યો. વિરમગામ સોકલી પાસેથી અર્ધબળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરીંગનો બનાવ બન્યો હતો અને બંનેમાં સામ્યતા જોવા મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે આ બંને ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે.

ગણતરીના કલાકોમાં જ એક હત્યા, એક આત્મહત્યા કેસની મિસ્ટ્રી ઉકેલાઇ છે. આ ઘટના પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક યુવકની ધરપકડ બાદ હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીનું નામ યશ રાઠોડ છે. વિરમગામમાં થયેલ રવિન્દ્ર લુહાર હત્યા બાદ અમદાવાદના રિવરફ્રન્ટમાં બનેલ સ્મિત ગોહિલ મોતના બનાવનો ભેદ ઉકેલાયો છે.

આ બંને કેસમાં આરોપી અને હકીકતનો સાક્ષી પણ છે. જણાવી દઇએ કે, વિરમગામ સોકલી ગામની સીમમાંથી અર્ધબળેલી હાલતમાં રવિન્દ્ર લુહારની લાશ મળી આવી હતી અને તેની હત્યા તેના જ મિત્ર સ્મિથ ગોહિલ અને પકડાયેલા આરોપી યશ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સોકલી નર્મદા કેનાલ નજીકથી મળી આવેલ રવિન્દ્રના મૃતદેહને પેટ્રોલથી સળગાવી દેવાનો પ્લાન સ્મિત અને યશનો હતો.

ત્રણેય મિત્રો હતા પણ પહેલા સ્મિતે રવિન્દ્ર પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા જેની રવિન્દ્ર કડક ઉઘરાણી કરી રહ્યો હતો, જેને કારણે સ્મિત અને તેના મિત્રએ સાથે મળી રવીન્દ્રનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાન બનાવ્યો. આ માટે તેમણે મધ્યપ્રદેશના ભીંડમાંથી દેશી બનાવટની પિસ્તોલ પણ ખરીદી. આ ઉપરાંત જોધપુર ગામ પાસેથી i20 કાર ભાડે લીધી અને રવિન્દ્ર લુહારને હાંસલપુર ખાતે પૈસા આપવાનું કહી બોલાવ્યો.

રવિન્દ્ર કારમાં આવતા જ સ્મિત અને યશ તેને લઇ સોકલી નજીક નર્મદા કેનાલ પાસે પહોંચ્યા અને ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી તેને માથાના ભાગે ગોળી મારી. પણ રવિન્દ્ર જીવતો હોવાથી યશ અને અને સ્મિતે તીક્ષ્ણ હથિયારથી તેને અનેક ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો. જો કે રવિન્દ્રની ઓળખ ન થાય એ માટે સ્મિત અને યશે પેટ્રોલથી મૃતદેહને સળગાવ્યો અને અમદાવાદ નાસી છૂટ્યા.

યશ રાઠોડની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું કે વિરમગામ પાસે રવિન્દ્રની હત્યા કરી સ્મિત અને યશ ભાગી ગયા હતા. પણ કેસમાં નામ ન ખુલે એટલે મૃતકના પરિવારજનો સાથે સીસીટીવી ફૂટેજ જોવા સ્મિથ પણ સાથે રહેતો. જો કે, એકાદ ફૂટેજમાં સ્મિત હોવાની આશંકાને પગલે પોતે આરોપી બનશે માટે હથિયાર લઇ સ્મિત રિવરફ્રન્ટ પર ગયો અને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

સ્મિતે તેની મહિલા મિત્રને પણ વોટ્સએપથી આ મામલે જાણ કરી હતી અને આ પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યા. જો કે સ્મિતની આત્મહત્યા પહેલા પણ મુકેશ ઠાકોર નામના વ્યક્તિ પાસેથી સ્મિત્તે ₹50 હજાર ઉછીના લીધા હોવાથી તેની પણ હત્યા કરવાનો પ્લાનિંગ કર્યો હતો. પરંતુ તે પહેલા જ આ સીસીટીવીમાં સ્મિત દેખાઈ જતા પોતે ભાંગી પડ્યો અને રિવરફ્રન્ટ પર ગોળી મારી પોતે જ આત્મહત્યા કરી લીધી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina