ખબર

ખુશખબર: રીવર રાફ્ટીંગની મજા માણવી હોય તો ગુજરાતમાં અહીંયા પહોંચી જાવ- જલસો પડી જશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નર્મદાના વેગીલા પ્રવાહ અને નયનરમ્ય કુદરતી નજારા વચ્ચે રીવર રાફટિંગ એક અનેરા એડવેન્ચર અને રોમાંચનો અહેસાસ આપશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે પ્રવાસનનું આ એક નવું પાસું પ્રવાસીઓને આનંદનો ઉર્જાભર્યો અનુભવ આપશે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે લોકો આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે 1st સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને દુનિયાના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે

આ જગ્યાએ બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે, એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને એડવેન્ચરના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે.

CMO ના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નર્મદાના વેગીલા પ્રવાહ અને નયનરમ્ય કુદરતી નજારા વચ્ચે રીવર રાફટિંગ એક અનેરા એડવેન્ચર અને રોમાંચનો અહેસાસ આપશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે પ્રવાસનનું આ એક નવું પાસું પ્રવાસીઓને આનંદનો ઉર્જાભર્યો અનુભવ આપશે.

ગુજરાતમાં પહેલીવાર આ સુવિધાનો પ્રારંભ કરાવતા સાહસિક પ્રવાસીઓમાં આનંની લહેર ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 17 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે. તેઓ ટેન્ટ સિટી ખાતે હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં હાજરી આપશે. અને પ્રવાસીઓ માટેના અલગ અલગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks