વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતની હાર બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાર બાદ ખૂબ જ નિરાશ હતા. રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીના પ્રયાસો પછી પણ ટિમ ઇન્ડિયા ફાઇનલમાં તો ન પહોંચી પણ તેના પ્રયાસોએ ચાહકોના દિલ જરૂર જીત્યા છે. પરંતુ જયારે જાડેજા આઉટ થયા ત્યારે તેમના ચહેરા પર ભારતને જીત ન અપાવી શકવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

ત્યારે ભારત વર્લ્ડકપથી બહાર થયા બાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ જણાવ્યું છે કે ન્યુઝીલેન્ડથી સેમિફાઇનલમાં માત્ર 18 રને હાર્યા બાદ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું દિલ તૂટી ગયું હતું. મીડિયા સાથે વાતચીત કરતા રિવાબાએ ખુલાસો કર્યો કે તેમના પતિ હાર બાદ ખૂબ જ દુઃખી હતા.

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ જણાવ્યું કે ‘હાર પછી તેઓ રડી પડયા હતા અને તેમને મનાવવા મુશ્કેલ થઇ ગયા હતા. તેઓ વારંવાર કહેતા રહયા કે જો હું આઉટ ન થયો હોત તો ટિમને જીતાડી શક્યો હોત. જયારે તમે જીતથી આટલા નજીક આવીને હારી જાઓ છો તો આ સૌથી વધુ દુઃખી કરી દેનારી ક્ષણ હોય છે. જાડેજાને આ દુઃખથી બહાર નીકળવામાં ઘણો સમય લાગી ગયો.’

જાડેજાની ઉત્કૃષ્ટ પારી જોઈને રિવાબાને બિલકુલ આશ્ચર્ય નથી થયું. આ વિશે રિવાબાએ કહ્યું, ‘તેઓ હંમેશા ટિમ માટે પોતાનું બેસ્ટ આપવા તૈયાર રહે છે. તેમણે જયારે પણ તક મળે છે, તેઓ પોતાની બધી જ તાકાત લગાવી દે છે.’ વધુમાં કહ્યું કે, ‘જો તમે તેમની કારકિર્દી પર નજર નાખો, તો તેમણે હંમેશા ક્રંચ ગેમ્સમાં વિકેટ લઈને અને મહત્વપૂર્ણ રન બનાવીને પોતાનું 100 ટકા પ્રદર્શન કર્યું છે. જયારે આપણે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, તો એ પોતાના હરફમૌલા પ્રદર્શન માટે ફાઇનલમાં મેન ઓફ ધ મેચ પણ હતા.’

નોંધનીય છે કે હાર પછી જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પ્રેરક સંદેશ શેર કર્યો હતો. તેઓએ આ પોસ્ટમાં લખ્યું હતું, ‘રમતે મને પડયા પછી કઈ રીતે ઉઠાય છે અને અને ક્યારેય હાર ન માનવાનું શીખવ્યું છે. હું એ બધા જ ચાહકોનો આભાર માનું છું કે જે મારા માટે પ્રેરણા બન્યા. તમને બધાને જ શાનદાર સમર્થન માટે ધન્યવાદ. તમે મને પ્રેરિત કરો અને હું છેલ્લા શ્વાસ સુધી મારુ શ્રેષ્ઠ આપતો રહીશ. લવ યુ ઓલ.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks