દરિયાદિલી હોય તો સર રવિન્દ્ર જાડેજા જેવી, પોતાની દીકરીના જન્મદિવસ પર 101 ગરીબ દીકરીઓની ઝોળીમાં ખુશી આપી
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા હંમેશા તેમની રમત માટે જાણીતા છે. આ વર્ષે IPLમાં તેમને ચેન્નાઇની કમાન સોંપવામાં આવી પરંતુ જાડેજા કઈ સારું પ્રદર્શન ના કરી શક્યા, તો બીજી તરફ તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા અવાર નવાર તેમના કાર્યોને લઇને ચર્ચામાં રહેતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા હોવા ઉપરાંત રીવાબા સેવાકીય કાર્યોમાં પણ મહત્વનું યોગદાન આપે છે.
રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં દીકરીના જન્મદિવસની ખાસ રીતે ઉજવણી કરી. રિવાબાએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી અને માહિતી આપી કે, “આજે તા. 08.06.2022ના રોજ મારા દીકરીબા કુંવરીબાશ્રી નિધ્યાનાબાનાં પાંચમા જન્મદિવસ નિમિતે મારા દ્વારા સમાજ સેવાનાં નવતર પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિના 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવેલ અને રૂ.11000 એક ખાતા દીઠ ડીપોઝીટ કરાવેલ છે.”
રીવાબા જાડેજા તેમના ઘરમાં આવતા કોઈ સારા પ્રસંગોમાં ગરીબ લોકોની મદદ કરતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે તેઓ વધુ કામ કરતા હોય છે, ત્યારે જયારે તેમની લાડકવાઇ દીકરીનો જન્મ દિવસ હોય ત્યારે તેમની ખુશી સાતમા આસમાને હોય અને આવા સમયે રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ જે કામ કર્યું છે તેને ફરીવાર સૌના દિલ જીતી લીધા છે.
View this post on Instagram
આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને આ જન્મદિવસે કરેલા ઉમદા કાર્યની માહિતી આપી હતી. સાથે જ સર જાડેજાએ લાઈવ વીડિયો કરી અને દીકરીના જન્મ દિવસની ઉજવણીના લાઈવ દૃશ્યો પણ તેમના ચાહકોને બતાવ્યા હતા.