રીવાબાએ સાંસદ અને મેયરને જાહેરમાં જ તતડાવી નાખ્યા, કહ્યું, “ઔકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ના બનતા”, વાયરલ થઇ ગયો ઝઘડાનો વીડિયો

સાંસદ પૂનમ માડમ અને મીર બીનાબેનને રીવાબાએ જાહેરમાં જ ખખડાવ્યા, ઝઘડાનો વીડિયો વાયરલ થતા જ કરી સ્પષ્ટતા, જુઓ વીડિયો

Rivaba lashed out at MP and Mayor in public : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સતત ચર્ચામાં રહે છે. તેમનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ છે. ત્યારે હાલ રીવાબા એક અન્ય કારણે ચર્ચામાં આવ્યા છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રીવાબા સંસાદ અને મેયરને જાહેરમાં જ ખખડાવતા જોવા મળી રહ્યા છે. આ ઘટના જામનગરમાં  લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં બની હતી.

રીવાબાએ મેયર અને સાંસદને ખખડાવ્યા :

આ કાર્યક્રમમાં રીવાબા જાડેજા ઉપરાંત મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમ માડમ પણ હાજર હતા. ત્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જ માહોલ ગરમાઈ ગયો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. વીડિયોમાં રીવાબા જાડેજા બધાની સામે જ જાહેરમાં મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમ માડમને ખરી ખોટી સંભળાવતા જોવા મળે છે. રીવાબા જાડેજાને કહેતા સાંભળી શકાય છે કે “ઔકાતમાં રહો અને વધુ સ્માર્ટ થવાની જરૂર નથી !”

જબરદસ્ત થઇ બોલચાલ :

ત્યારે સાંસદ પૂનમ માડમે કહ્યું કે “તમે જ સળગાવ્યું છે !” તો મેયર પણ બોલી ઉઠ્યા કે “ઔકાતમાં રહો એટલે?, ડોળા ના કાઢો, આઘા વયા જાવ તમે મેયર સાથે વાત કરો છો.” તો રીવાબા પણ ગુસ્સે ભરાયા અને બોલ્યા કે “અવાજ નીચે રાખીને વાત કરો.” જેના બાદ મેયરે કહ્યું, “અવાજ નીચે જ છે તમે જતા રહો, તમે જ મને જોરથી બોલવાનું કીધું.” ત્યારે સાંસદે કહ્યું,”એ મેયર છે તમારાથી મોટાં છે.” પછી રિવાબા બોલ્યા “સળગાવવાવાળા તમે જ છો હવે ઠારવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મીડિયા સમક્ષ રીવાબાએ કરી ચોખવટ :

ત્યારે આ બાબતે રીવાબાએ મીડિયા સમક્ષ ચોખવટ પણ કરી હતી કે આ આખી માથાકૂટ કઈ વાતની છે. રીવાબાએ જણાવ્યું કે, “કોર્પોરેશનો કાર્યક્રમ હતો. લગભગ 10.15 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ આવ્યા હતાં. કાર્યક્રમ સરસ રીતે ચાલતો હતો. એ પછી મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ આપવાની હતી. જે અંતર્ગત શહીદ સ્મારકની આજુબાજુ ટ્રિબ્યુટ આપી શકીએ એ માટે એક ફૂલની માળા અથવા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

શહીદને શ્રદ્ધાંજલિ આપતા ચપ્પલ કાઢતા થયો વિવાદ :

તેમને આગળ કહ્યું, “જેમાં સાંસદ પૂનમબેન માડમે ચપ્પલ પહેર્યા હતા અને શહીદોને ફૂલની માળા અર્પણ કરી હતી. આ પછી મારો વારો હતો અને મેં ચપ્પલ કાઢીને શહીદોને ફૂલની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મારા પછી જેનો વારો હતો તેમણે પણ ચપ્પલ કાઢીને શહીદોને ફૂલની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે પૂનમબેન માડમે મારા પર કોમેન્ટ કરી હતી કે, અમુક લોકોને ભાન પડતી નથી તે ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ આપે છે. જેથી મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જવાબ આપ્યો હતો.”

Niraj Patel