રીવાબાએ ફરી જીત્યું લોકોનું દિલ, લગ્નની વર્ષગાંઠ ઉપર આપી દીકરીઓના લગ્નમાં શાનદાર ભેટ, ગુજરાત સામેની મેચમાં રવિન્દ્ર જાડેજા માટે કર્યું એવું કે.. જુઓ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન રવિન્દ્ર જાડેજાના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, પોતાના શાનદાર પર્ફોમન્સથી જાડેજા સૌનું દિલ જીતી લેતા હોય છે, અને એટલે જે તેમને સર રવિન્દ્ર જાડેજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ એક મોટું નામ છે.

ગત 17 એપ્રિલના રોજ જ જાડેજાના લગ્નની વર્ષગાંઠ હતી. આજ દિવસે તેમની ગુજરાત ટાઇટન્સ સામે મેચ પણ હતી. જો કે જાડેજાની ટીમ ગુજરાત સામેની મેચ તો હારી ગઈ પરંતુ જાડેજાની બેટિંગે દર્શકોનું દિલ જીતી લીધું. આ મેચમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ તેમનું પ્રોત્સાહન વધારવા મેદાનમાં જોવા મળ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ સામે રવિન્દ્ર જાડેજાએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. છેલ્લે આવતા કેપ્ટન જાડેજાએ ઝડપથી રન બનાવ્યા અને તેની ટીમને સ્કોર વધારવામાં મદદ કરી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા અને તેમના પતિને પ્રોત્સાહિત કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રિવાબાની તસવીર પોસ્ટ કરી અને લગ્નની વર્ષગાંઠ પર તેમને શુભેચ્છા પાઠવી.

બોલિંગ કરતી વખતે પણ રવિન્દ્ર જાડેજાએ રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી. જાડેજાએ પોતાના સ્પેલમાં 3 ઓવર નાંખી અને 25 રન આપ્યા. આ સિવાય રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરતી વખતે રાહુલ તેવટિયાની વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન રીવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજાનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.

જયારે રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈની ટીમના કપ્તાન બનાવવા આવ્યા ત્યારે પણ રીવાબાએ ખુબ જ શાનદાર પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી. તેમને કહ્યું હતું કે “આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન, તમે તેના લાયક છો. માહી ભાઈનો આભાર, જેમણે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ તક આપી. તમે હંમેશા તેમના લીડર રહેશો અને ટીમના થલા રહેશો.”

રીવાબા જાડેજા તેમના ઘરમાં આવતા દરેક પ્રસંગે કોઈને કોઈ એવું કામ કરતા હોય છે જેના કારણે તે લોકોના પણ દિલ જીતી લેતા હોય છે. આ વર્ષે પણ તેમને પોતાની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે એક સુંદર કાર્ય કર્યું હતું, જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

રીવાબાએ તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે, “આજે તા. 17/04/22 અમારી લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ છે. આજના દિવસે અમારી ખુશીઓને દ્વિ-ગુણીત કરવાની તક મળી. શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 22 માં સમૂહ લગ્નોત્સવમાં યોગાનુયોગ 26 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે આ દરેક દીકરીઓને શુભઆશિષ રૂપે 4 નંગ સુવર્ણ ખડગ ભેંટ સ્વરૂપે આપી, સામાજિક ઉત્થાનની આ પ્રવૃત્તિમાં સહભાગી થવાનો અવસર મળ્યો તે બદલ ધન્યતા અનુભવું છું.”

Niraj Patel