ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ શાનદાર રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ, જુઓ આ શું ખાસ કર્યું

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને ગુજરાતની શાં ગણાતા રવિન્દ્ર જાડેજા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. રવિન્દ્ર જાડેજા તેની પત્ની અને પરિવાર સાથે પણ ખુબ જ આલીશાન જીવન જીવે છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. તો રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ સમજાસેવાના કાર્યો કરી અને હંમેશા લોકોની વચ્ચે છવાયેલા રહેતા હોય છે.

ગઈકાલે રિવાબાએ તેમનો જન્મ દિવસ ઉજવ્યો. આ નિમિત્તે રીવાબાએ સમાજ ઉપયોગી ખુબ જ સુંદર કાર્ય પણ કર્યું. રીવાબા અવાર નવાર લોકોની મદદ માટે આગળ આવતા રહે છે, આ ઉપરાંત તે જરૂરિયાત મંદ લોકોની મદદ પણ કરતા હોય છે. તેમને પોતાના આ જન્મ દિવસ નિમિત્તે પણ એવું જ અનોખું કાર્ય કર્યું હતું.

રીવાબાએ તેમના જન્મ દિવસે તેમના ફેસબુક પેજ ઉપર કેટલીક તસવીરો અને માહિતી આપી છે જેના દ્વારા જાણી શકાય કે રીવાબાએ કેટલું ઉમદા કાર્ય કર્યું છે. રીવાબાએ તેમના જન્મ દિવસે જરૂરિયાત મંદ લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ આપાવ્યો છે. રીવાબાની આ પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

રીવાબાએ ફેસબુક ઉપર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “આજે મારા જન્મદિવસ નિમિતે ૧૧ એવા ભાઈઓ, બહેનો અને દીકરીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા જરૂરીયાતમંદ લોકોને સરકારશ્રીની યોજાનાઓનો લાભ અપાવ્યો એ માટે જરૂરી કાગળો, પ્રમાણપત્રો વગેરે અમારી ટીમ દ્વારા મેળવવામાં આવ્યા, જેમાં વહાલી દીકરી યોજના, ઉજ્જ્વલા યોજના, વૃધ્ધ પેંશન યોજના, વિધવા સહાયનો સમાવેશ થાય છે. આ યોજાનાઓનો લાભ તેમને અપાવીને ખરા અર્થમાં કૃતજ્ઞ થયા, સાથે જન્મદિન નિમિતની મીઠાઈ આપીને આનંદની લાગણી અનુભવી!”

રિવા દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઉમદા કાર્યની લોકો ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે. સાથે જ તેમની પોસ્ટ ઉપર કોમેન્ટ કરી અને તેમના આ સુંદર કાર્યને બિરદાવી પણ રહ્યા છે. રીવાબા જન્મ દિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી અવાર નવાર આ પ્રકારે કરતા હોય છે, જેના કારણે પણ તે નામના મળેવે છે.

Niraj Patel