સુસ્મિતા સેને ભાભી ચારૂ આસોપાની ગોદભરાઇમાં ઝોલી ભરી ભરીને લૂંટાવ્યો પ્રેમ, જુઓ બેબી શાવરની ખૂબસુરત તસવીરો

ભાભી ચારૂ આસોપાની ગોદભરાઈની રસ્મ નણંદ સુસ્મિતા સેને નિભાવી, જુઓ મસ્તી ભરેલી ખૂબસુરત તસવીરો

બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની ભાભી અને ટેલિવિઝન અભિનેત્રી ચારૂ આસોપા જલ્દી જ માતા બનવાની છે. એવામાં હાલમાં જ તેની ગોદભરાઇની રસ્મ થઇ છે, જેની ખૂબસુરત તસવીરો ચારૂ અને રાજીવે શેર કરી છે. ચારૂ આસોપાએ કેટલાક મહિના પહેલા જ પ્રેગ્નેંસીની ગુડ ન્યુઝ શેર કરી હતી.

અભિનેત્રીએ ગોદભરાઇની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પતિ સાથે ખુશીઓ મનાવતી જોવા મળી રહી છે. ચારૂએ તેના બેબી શાવરની તસવીરો નવા ઘરની બાલકનીથી શેર કરી છે. આ તસવીરોમાં તે તેના પતિ રાજીવ સેન સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. બંને તસવીરોમાં ઘણા જ ખુશ લાગી રહ્યા છે.

આ તસવીરો શેર કરતા ચારૂએ કેપ્શનમાં લખ્યુ છે કે, અમારા નવા ઘરની બાલકનીથી અમારી ગોદભરાઇની તસવીરો. ચારૂની આ બેબી શાવરની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. ચારૂના લુક્સની વાત કરીએ તો, તેણે ઓરેન્જ અને રેડ કલરનો રાજસ્થાની સ્ટાઇલ લહેંગા ચોલી પહેર્યો છે. આ સાથે તેણે ખૂબસુરત જ્વેલરી પણ કેરી કરી છે.

રાજીવના લુકની વાત કરીએ તો, તેણે ઓફ વ્હાઇટ કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો છે. જેમાં તે ઘણો હેંડસમ લાગી રહ્યો છે. આ પહેલીવાર નથી કે ચારૂની ગોદભરાઇ થઇ હોય. આ પહેલા 8 ઓગસ્ટના રોજ તેની સાસુ શુભ્રા સેનના બર્થ ડે પર તેને સરપ્રાઇઝ બેબી શાવર આપવામાં આવ્ય હતુ, જેનો વીડિયો તેણે યુટયૂબ ચેનલ પર શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચારૂ આસોપાની નણંદ સુસ્મિતા સેન છે. એવામાં આ ગોદભરાઇની રસ્મ સુસ્મિતા અદા કરતી જોવા મળી હતી. સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે સુસ્મિતા આ દરમિયાન ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને રસ્મ નિભાવતી જોવા મળી રહી છે.

ચારૂની ગોદભરાઇ રક્ષાબંધનના દિવસે થઇ હતી, એવામાં સુસ્મિતાએ રાજીવ સેન અને ભાભી ચારૂને રાખડી પણ બાંધી હતી. તસવીરોમાં સુસ્મિતા અને રાજીવ વચ્ચે ખૂબસુરત બોન્ડિંગ પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, રાજીવ સુસ્મિતાના નાના ભાઇ છે. ભાઇની જેમ સુસ્મિતા ચારૂને પણ ખૂબ પ્રેમ કરે છે.

ચારૂ અને રાજીવ બાળકના જન્મ પહેલા જ નવા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે. તેઓ તેમના પહેલા બાળકનું સ્વાગત નવા ઘરમાં કરવાના છે. તમને જણાવી દઇએ કે, ચારૂ અને રાજીવ ઇન્ડસ્ટ્રીના હોટ કપલ્સમાંના એક છે. તેઓ ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

જેમાં બંને વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી જોવા મળે છે. ચારૂ અને રાજીવના લગ્ન 16 જૂન 2018માં થયા હતા. બંનેએ ગોવામાં રાજસ્થાની અને બંગાળી બંને રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની ભાભી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી ચારૂ આસોપાએ થોડાક મહિનાઓ પહેલા ગોવામાં વેકેશન એન્જોય કરી રહી હતી ત્યારે તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગોવાના વેકેશનની તસવીરો શેર કરી હતી.

ચારૂ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની અને તેના પતિ સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ચારૂએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજના દીવાના થઇ ગયા છે. આ તસવીરોએ સોશિયલ મીડિયામાં બધાનું ધ્યાન ખેંચી લીધું છે. ચારૂ આ તસવીરોમાં બાથટબમાં જોવા મળી રહી છે.

તેની આ તસવીરોને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.. ચારૂની આ તસવીરની તુલના કેટલાક યુઝર્સ સુસ્મિતા સેનની ખૂબસુરતી સાથે કરી રહ્યા છે, તો એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરી છે કે, બાથરૂમમાં લિપસ્ટિક કેમ ? ચાહકો ચારૂની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina