46 વર્ષીય અભિનેત્રી અત્યારે દેખાય છે માત્ર 26 વર્ષની, જુઓ ફોટોઝ
બોલિવુડમાં 80ના દાયકામાં હીરોથી વધુ ફિલ્મોમાં વિલનનો દબદબો જોવા મળતો હતો. તેમાં રંજીત, પ્રેમ ચોપરા, અમરીશ પૂરી, અને શિવ ઓમ પુરી સામેલ છે. ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનારા ઓમ શિવપુરીને આજે ભાગ્યે જ લોકોને યાદ હશે.
View this post on Instagram
તમને જાણીને નવાઇ લાગશે કે ઓમ શિવ પુરીની એક દીકરી પણ છે રિતુ શિવપુરી. રિતુ શિવપુરીની હોટનેસ જોઇને મલાઇકા અરોરાને પણ ભૂલી જશો. રિતુ પોતાના હોટ ફોટોઝના કારણે પણ ચર્ચામાં રહ્યા કરે છે. રિતુ બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
View this post on Instagram
90ના દાયકાનું ગીત `લાલ દુપટ્ટે વાલી…’ તો યાદ જ હશે. આ ગીત ગોવિંદા અને અભિનેત્રી રિતુ શિવપુરી પર ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મનું નામ ‘આંખે’ હતું. આ ફિલ્મમાં તે ગોવિંદાની હિરોઇન બની હતી.
રિતુએ તે સમયે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ ધીરે ધીરે તેનો ચાર્મ ફિક્કો થવા લાગ્યો. રિતુએ આંખે, હમ સબ ચોર હે, આર યા પાર, ભાઇ ભાઇ, હદ કરદી આપને, લજ્જા, શક્તિઃધ પાવર અને એલાન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
જો કે આ ફિલ્મોમાં રિતુ શિવપુરી સપોર્ટિંગ એક્ટ્રેસની ભૂમિકામાં વધુ જોવા મળી હતી. થોડા વર્ષો સુધી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી લીધા બાદ તેણે વર્ષ 2006માં બોલિવુડને અલવિદા કહી દીધું. ત્યાર બાદ પોતાના વૈવાહિક જીવનમાં ખોવાઇ ગઇ. જો કે રિતુએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના પતિને પીઠનો ટ્યુમર હતુ જેના કારણે તેને દેખરેખમાં વધુ સમય વિતાવવો પડતો હતો.
વર્ષ 2014ના ઇન્ટરવ્યુમાં રિતુએ પોતાના કમબેકના એંધાણ આપતા કહ્યું હતું કે,`તે 2006માં પંજાબી ફિલ્મ માટે 18થી 20 કલાક કામ કર્યા બાદ ઘરે પાછી ફરતી હતી ત્યારે તેને તેના પતિ સુતેલી અવસ્થામાં મળતા હતા.’
View this post on Instagram
રિતુએ કહ્યું,’હું તે વાતને લઇને પરેશાન રહેતી હતી કે કરિયરના કારણે પરિવાર પર ધ્યાન નથી આપી શક્તી. હું લકી છું કે મારા પતિ કોઇ એક્ટર નથી. તે સીધા સાદા માણસ છે અને તેઓએ ક્યારેય મારા કામને લઇને ફરીયાદ કરી નથી. પરંતુ મને ખરાબ લાગતું હતું. તેથી મેં એક્ટિંગ છોડી અને પરિવારને થોડા વર્ષો આપવાનું નક્કી કર્યું.’
રિતુ ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરી રહી છે. રિતુ પોતાની મા સુધા શિવપુરીના પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે. ઉલ્લેખનીય છે કે રિતુની માતા સુધા શિવપુરી એટલે ફેમસ સીરિયલ ક્યોંકિ સાસભી કભી બહુથીની બા છે. તથા પિતા બોલિવુડના વિલન તથા ચરિત્ર અભિનેતા તરીકે કામ કરી ચુક્યા છે.