ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: કપૂર ખાનદાનની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ- જુઓ એશ્વર્યા અભિષેક સહીત બૉલીવુડ ઉમટી પડ્યું

અમિતાભ બચ્ચનની વેવાણ ઋતુ નંદા અને બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની બહેન ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરે મંગળવારે સવારે નિધન થયું. ઋતુ નંદાના નિધનથી બચ્ચન અને કપૂર બંને પરિવાર માટે આ દુઃખદ ખબર છે.

Image Source

આ ખબર સાંભળીને તરત જ બચ્ચન અને કપૂર પરિવાર દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા.

Image Source

છેલ્લા લાંબા સમયથી ઋતુ નંદા કેન્સરથી પીડાઈ રહયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં મંગળવારે બપોરે કરવામાં આવ્યા.

Image Source

અંતિમ સંસ્કારમાં ઋતુ નંદાના ત્રણે ભાઈઓ ઋષિ કપૂર અને રણધીર કપૂર તથા રાજીવ કપૂર સામેલ થયા.

Image Source

આ સિવાય ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર, ભાણેજ આદર જૈન, અરમાન જૈન તથા બચ્ચન પરિવારથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય પણ હાજર રહયા હતા.

Image Source

આ સિવાય બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન અને કરણ જોહર સહિત બીજા ઘણા સેલેબ્સ પણ ઋતુ નંદાને અંતિમ વિદાઈ આપવા માટે પહોંચ્યા હતા.

Image Source

શ્વેતા બચ્ચનની સાસુ અને અમિતાભ બચ્ચનની વેવાણ ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. ઋતુ નંદાને પુત્ર નિખિલ નંદાએ મુખાગ્નિ આપ્યો.

Image Source

આ દુઃખની ઘડી દરમ્યાન દાદી ઋતુ નંદાનો પૌત્ર અગસ્ત્ય અને પૌત્રી નવ્યા નવેલી નંદા તેમના આંસુ રોકી શક્યા ન હતા.

Image Source

બંનેને મામા અભિષેક બચ્ચને સંભાળ્યા હતા. અભિષેક આ સમયગાળા દરમિયાન ભાણિયો અને ભાણી સાથે ઉભો જોવા મળ્યો હતો.

Image Source

જયારે ઋષિ કપૂર પણ તેની બહેનના નિધન બાદ અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રણધીર કપૂર તેની બહેનની અંતિમ વિધિમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

Image Source

સિવાય રામ તેરી ગંગા મેલી ફેમ રાજીવ કપૂર પણ પોતાની બહેનની અંતિમવિધિમાં ગમગીન ચહેરે જોવા મળ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે ઋતુ નંદાને વર્ષ 2013માં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ છેલ્લી ઘડી સુધી તે આ રોગથી લડી રહી હતી.

Image Source

ઋષિ કપૂરની બહેન ઋતુ નંદા રંજન નંદાની પત્ની હતી અને શ્વેતા બચ્ચનના લગ્ન તેમના પુત્ર નિખિલ નંદા સાથે કર્યા હતા.

Image Source

અંતિમ વિધિમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર જોવા મળી હતી. રિદ્ધિમાએ ફોઈના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

Image Source

અમિતાભ બચ્ચન પણ પોતાની વેવાણને અંતિમ વિદાય આપવા માટે દીકરા અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દિલ્હી આવ્યા હતા.

Image Source

રિતુ નંદાની અંતિમ ક્રિયાના તસ્વીરોમાં નંદાની પૌત્રી નવ્યા નવેલી અને પૌત્ર અગત્સ્ય દાદીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. તેમના મામા અભિષેક બચ્ચને દાદીના અવસાનથી ભાંગી પડેલા બંને બાળકોને સાંત્વના આપી હતી. આ પ્રસંગે ઋષિ કપૂર દીકરી રિદ્ધિમા અને ભત્રીજા આદાર જૈન સાથે પહોંચ્યા હતા. રિતુ નંદાની બહેન રીમા જૈન પણ પરિવાર સાથે ઉપસ્થિત હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.