ફિલ્મી દુનિયા

ગંગામાં વિલીન થઇ ગયા ઋતુ નંદાના અસ્થિ, અભિષેક બચ્ચને એવું કામ કર્યું કે બધા ચકિત થયા

અમિતાભ બચ્ચનની વેવાણ ઋતુ નંદા અને બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની બહેન ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરે મંગળવારે સવારે નિધન થયું. તેમની બધી વિધિઓ ગુરુવારના દિવસે પૂર્ણ કરવામાં આવી હતી.

ઋતુ નંદાના અસ્થિ આજે હરિદ્વારના ગંગા ઘટમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. હરિદ્વારના વીઆઈપી ઘાટ પર અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા.

આ અસ્થિ વિસર્જનમાં અભિષેક બચ્ચન તેની ભાણેજ નવ્યા નવેલી નંદા અને નંદા પરિવારના સભ્ય સવારે 11 વાગ્યે હરિદ્વાર પહોંચ્યા હતા. જયાંથી તે વીઆઈપી ઘાટ પર રવાના થયા હતા. અહીં પુરી વિધિ-વિધાન સાથે નિખિલ નંદાને ગંગામાં અસ્થિ વિસર્જિત કર્યા હતા.

છેલ્લા લાંબા સમયથી ઋતુ નંદા કેન્સરથી પીડાઈ રહયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ઋતુએ સોમવારે રાતે લગભગ 1 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં મંગળવારે બપોરે કરવામાં આવ્યા હતા. ઋતુનો જન્મ 30 ઓક્ટોબર 1948ના રોજ મુંબઈમાં થયો હતો.

જણાવી દઈએ કે ઋતુ નંદાને વર્ષ 2013માં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ છેલ્લી ઘડી સુધી તે આ રોગથી લડી રહી હતી.

અંતિમ સંસ્કારમાં ઋતુ નંદાના ત્રણે ભાઈઓ ઋષિ કપૂર અને રણધીર કપૂર તથા રાજીવ કપૂર સામેલ થયા.

આ સિવાય ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર, ભાણેજ આદર જૈન, અરમાન જૈન તથા બચ્ચન પરિવારથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય પણ હાજર રહયા હતા.

ઋતુના લગ્ન એસ્કોર્ટ્સ ગ્રુપમાં પૂર્વ અધ્યક્ષ રાજન નંદા સાથે થયા હતા. રાજનનું નિધન 2 વર્ષ પહેલા થયું હતું. ઋતુ એન્ટરપ્રેન્યોર અને લાઈફ ઇન્સ્યોરન્સ સાથે પણ જોડાયેલી હતી. ઋતુ નંદાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. ઋતુના નામ પર એક દિવસમાં 17 હજાર પેંશન પોલીસ વેચવાનો રેકોર્ડ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.