દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

ટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ

દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે કામ કરતા ઘણા અધિકારીઓને આપણે જોયા છે પણ આજે અમે તેમને એક અધિકારીની પત્ની સાથે મલાવીશું, જેને ગામની તસવીર જ બદલી નાખી, એકવાર તેના પતિને તેને કહ્યું લગ્ન થયાને આટલા વર્ષો વીત્યા છતાં પણ આપણે ગામ નથી ગયા ત્યારે એ પતિ એ મહિલાને લઈને ગામ જાય છે ત્યારે રસ્તામાં જ તેમની ગાડી ફસાઈ જાય છે, ઘણા પ્રયાસો કરવા છતાં પણ ગાડી નીકળતી નથી છેવટે બળદગાડાંના મદદથી તે લોકો ગામ જવા નીકળે છે પરંતુ તે પણ કીચડમાં ફસાઈ જાય છે. આને આ રીતે જ ગામના વિકાસ કરવાની પ્રેરણા એ મહિલાને મળી.

Image Source

આ વાત આદર્શ મહિલા પુરસ્કારથી સન્માનિત સિંહવાહિની પંચાયતની મુખિયા રીતુ જયસ્વાલ દ્વારા કહેવામાં આવી હતી. રીતુ જયસ્વાલ દિલ્હીના આઈએએસ અધિકારી અરુણ જયસ્વાલની પત્ની છે. તેમના પતિ ક્યારેય નહોતા ઇચ્છતા કે તે ગામની અંદર રહે. પરંતુ ગામ લોકોની સમસ્યા અને ગામની વ્યવસ્થા જોઈને તેમની પત્નીએ ગામ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી. તેના માટે તેમને ઘણો જ પરિશ્રમ પણ કરવો પડ્યો, ગામના વિકાસ માટે તેમને સતત મહેનત કરી, શરૂઆત નાના નાના કામ દ્વારા કરી અને આ બધા કામમાં તે પોતાના પરિવારને પણ સમય આપી શકતા નહોતા.

Image Source

રીતુ જયસ્વાલે જણાવ્યું હતું કે તેમના લગ્ન 1996માં થયા હતા. તેમના પતિ અરુણ કુમાર 1995 બેચના આઈએએસ હતા. લગ્નના 15 વર્ષ સુધી તે તેમના પતિની જ્યાં પણ પોસ્ટિંગ થતી હતી ત્યાં રહેતી હતી. ત્યારબાદ તેમને એકવાર પોતાના ગામની મુલાકાત લીઘી અને ત્યારે તમેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Image Source

તેના પરિવારમાં બે બાળકોને છોડીને પોતાના ગામમાં સુધારો કરવા માટે જવું રીતુ માટે એટલું સરળ નહોતું, પરંતુ ગામના ઘણા પરિવારો વિકાસથી વંચિત હતા, ગામની હાલત પણ ખરાબ હતી જેના કારણે રીતુએ આ નિર્ણય લઇ લીધો અને ગામની દશા બદલવા માટે પહોંચી ગઈ.

Image Source

રીતુએ જણાવ્યું હતું કે: “મારા પતિ અને મારી દીકરીએ મારા નિર્ણયનું સમર્થન કર્યું અને મારી દીકરીએ કહ્યું કે મમ્મી અમે હોસ્ટેલમાં રહી લઈશું પરંતુ ગામમાં જઈને ત્યાં ઘણા બધા બાળકોને ભણાવજે, તેની વાતો એ મને હિમ્મત આપી, તેનું એડમિશન એક હોસ્ટેલમાં કરાવી અને તે નીકળી પડી પોતાના ગામના વિકાસ માટે”

Image Source

વર્ષ 2016માં રીતુએ બિહારના સિંહવાહિની પંચાયતમાંથી મુખિયા ના પદ માટે ઉમેદવારી નોંધાવી પરંતુ જીત એટલી સરળ પણ નહોતી, તેની આગળ બીજા 32 ઉમેદવારો પણ હતા, પરંતુ રીતુએ લોકોને જાતિ અને પૈસાની લાલચમાં વોટ ના આપવા વિશેની જાગૃતતા ફેલાવી હતી.

Image Source

લોકોને રીતુની વાત સમજાઈ અને જેના કારણે તેને ભારે મત આપીને વિજેતા બનાવી. હવે ગામના વિકાસની જવાબદારી રીતુના ખભા ઉપર હતી અને તેને એ જવાબદારી નિભાવી, જે ગામમાં આઝાદી પછી ના સારા રસ્તા હતા, ના વીજળી, ના મોબાઈલ ટાવર. રીતુ માટે પણ આ મુશ્કેલી ભર્યું પગલું હતું છતાં પણ તેને ગામમાં ધીમે ધીમે કરીને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.

Image Source

ગામના લોકો રસ્તો બનાવવા માટે પોતાની એક ઇંચ પણ જમીન છોડવા માટે તૈયાર નહોતા, એ રીતુ માટે મોટી મુશ્કેલી હતી છતાં પણ રીતુ એ ગામ લોકોને સમજાવ્યા અને રસ્તાઓનું પણ નિર્માણ ગામમાં કર્યું. આજે રીતુ ગામના વિકાસના કામ માટે બાઈક, ટ્રેક્ટર તો શું JCB પણ ચલાવે છે. અને ગામનો વિકાસ તેને કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.