ખબર

6 વર્ષના માસુમ ઋત્વિકનો જીવ આખરે ના બચાવી શકાયો, કુતરાથી ભાગતી વખતે 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો, જાણો સમગ્ર મામલો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, નાના બાળકો સાથે પણ ઘણીવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે, ઘણીવાર નાના બાળકો કોઈ વસ્તુને ગળી જતા હોય છે જેના કારણે પણ તેમનો જીવ જોખમમાં મુકાય છે, ઘણીવાર બાળકોના ખુલ્લા બોરવેલમાં પાડવાની પણ ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી દીધી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના હોશિયારપુરના ગાદરીવાલા ગામમાં એક છ વર્ષના છોકરાનું બોરવેલમાં પડી જવાથી મોત થયું છે. બાળક રખડતા કૂતરાથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો. ઘટનાસ્થળે ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાળકને ઓક્સિજન પહોંચાડવાની સાથે ખોદકામ શરૂ કરાયું હતું. ઘણી મહેનત બાદ બાળકને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું.

આ ઘટના હોશિયારપુર જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર છે. અહીં 6 વર્ષનો ઋતિક લગભગ 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. લગભગ 95 ફૂટ નીચે જતાં બાળક ફસાઈ ગયું હતું. માહિતી મળ્યા બાદ બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોરવેલ સુધી પહોંચવા માટે ટનલ ખોદવા માટે જેસીબી મશીન તૈનાત કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે પંજાબના હોશિયારપુરમાં એક બોરવેલ ખુલ્લો હતો, જ્યારે એક રખડતું કૂતરો ત્યાંથી પસાર થઈ રહેલા બાળકને પાછળ પડ્યો. બાળક પોતાને બચાવવાના પ્રયાસમાં ભાગી રહ્યો હતો, જ્યારે તે અસંતુલિત થઈ ગયો અને ખુલ્લા બોરવેલમાં પડી ગયો. આ પછી, માહિતી મળતાં સેનાને બચાવ માટે બોલાવવામાં આવી હતી. પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બાળક રવિવારે સવારે 9 વાગ્યે બોરવેલમાં પડી ગયો હતો. બચાવ દરમિયાન બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. મશીનો વડે ખોદકામ શરૂ કરાયું હતું. બાળક 95 ફૂટ પર ફસાઈ ગયું હતું. બાળકને બહાર કાઢવા માટે પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઋતિકને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો.