ખબર

રિતેશ દેશમુખ અને જેનેલિયાની ડેબ્યુ ફિલ્મની શૂટિંગમાં પહોંચ્યા હતા સુષમા સ્વરાજજી, શ્રદ્ધાંજલિ આપતા જણાવી આ વાત…

પૂર્વ વિદેશ મંત્રી અને બીજેપીના સિનિયર લીડર સુષમા સ્વરાજજીનું મંગળવારની રાતે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં 67 વર્ષની ઉંમરમાં નિધન થયું છે.સુષમા સ્વરાજજીના નિધન પર પોલિટિકલ જગત અને સામાન્ય જનતાની સાથે-સાથે બોલીવુડ પણ શોકમાં આવી ગયું છે. એવામાં ઘણા બૉલીવુડ સિતારાઓએ તેના નિધન પર દુઃખદ ભાવના વ્યક્ત કરી છે.એવામાં અભિનેતા રિતેશ દેશમુખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા સુષમાજી સાથેની પોતાની પહેલી મુલાકાત વિશેની વાત કહી છે.

Image Source

રિતેશે પોસ્ટ કરતા જણાવ્યું કે વર્ષ 2001 માં મને સૂચના પ્રસારણ મંત્રાલયના મંત્રી સુષમાજીને મળવાનો મૌકો મળ્યો હતો જ્યારે તે રામોજી ફિલ્મ સિટીમાં આવ્યા હતા.જ્યા મારી અને જેનેલિયાની ડેબ્યુ ફિલ્મ ‘તુજે મેરી કસમ’ની શૂટિંગ ચાલી રહી હતી.અમારા બંનેની સુષમાજી સાથેની આ પહેલી મુલાકાત હતી. તેમણે અમને આશીર્વાદ આપ્યો હતો અને અમારી સફળતાની કામના કરી હતી.અમે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં નવા નવા હતા અને તેમણે અમને ખુબ મોટીવેટ કર્યા હતા અને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું, તમારો ખુબ આભાર સુષમા સ્વરાજ મૈમ”.

આ સિવાયય રિતેશે એક બીજી ટ્વીટમાં સુષમાજીના નિધન પર પોતાની દુઃખદ ભાવના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે ભારત માટે તે ખુબ મોટી ક્ષતિ છે.વિદેશ મંત્રીના સ્વરૂપે તે હંમેશા દરેક ભારતયી માટે ઉપલબ્ધ રહયા હતા, જેને પણ મદદની જરૂરિયાત હતી. તે એક બેસ્ટ વકતા હતા, મહાન દેશભક્ત અને એક વરિષ્ઠ લીડર હતા.આ દુઃખભરી ઘડીમાં તેના પરિવાર અને તેના ફોલોઅર્સની સાથે અમારી સંવેદનાઓ”.

જણાવી દઈએ એ રિતેશ દેશમુખના સિવાય ડાયરેક્ટર અનીજ બજમી,સુભાષ ઘઈ,એકતા કપૂર,બોમન ઈરાની,રવીના ટંડન,અનુપમ ખેર,સંજય દત્ત સુષ્માજીના નિધન પર શોક વ્યક્ત કરી ચુક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks