મનોરંજન

લગ્નના 8 વર્ષ પછી રિતેશ-જેનેલિયાના સંબંધમાં પડી તિરાડ? રિતેશે કહ્યું- હું બીજા કોઇને પ્રેમ કરું છું, જુઓ વિડીયો

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની જોડી બીટાઉનના હિટ કપલ્સમાંથી એક છે. 3 ફેબ્રુઆરી, 2012 ના રોજ, બંનેએ એકબીજાનો હાથ પકડીને જીવનભર એકબીજાનો સાથે આપવાનું વચન લઈને લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નને આઠ વર્ષ થઇ ચુક્યા છે ત્યારે હવે લગ્નના આઠ વર્ષ પછી, રિતેશે જેનેલિયાને કહ્યું કે એ તેને નહીં પરંતુ બીજા કોઈને પ્રેમ કરે છે. લગ્નની વર્ષગાંઠના આગલા જ દિવસે રિતેશની આ વાત સાંભળીને જેનેલિયા ચોંકી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

રિતેશ અને જેનેલિયાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, રિતેશ જેનેલિયાને જણાવી રહ્યો છે કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે. રિતેશની વાત સાંભળીને જેનેલિયા ચોંકી જાય છે. આ વિડીયો પર તેમના ચાહકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો રિતેશ દેશમુખે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયોમાં જેનેલિયા રિતેશને કહે છે કે એ તેને ખૂબ જ પ્રેમ કરે છે, જેના પર રિતેશ દેશમુખ કહે છે, પરંતુ હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આના પર અભિનેત્રી આશ્ચર્ય સાથે પૂછે છે કે ‘કોને’. આનો જવાબ આપતા રિતેશ દેશમુખ કહે છે, ‘બેબી તારી સ્માઈલને.’

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

રિતેશ અને જેનેલિયાનો આ ફની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતા રિતેશ દેશમુખે ચાહકોને એકે સખત ચેતવણી પણ આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું, “ચેતવણી, ઘરે આ સ્ટંટ અજમાવો નહીં.” પોતાની વર્ષગાંઠ નિમિત્તે રિતેશે ચાહકો સાથે બીજો એક ફની વીડિયો પણ શેર કર્યો. જે પણ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

આ વીડિયોમાં જેનેલિયા રિતેશને પોતાના લગ્નની તસ્વીરો જોવાનું કહે છે. આ તસ્વીરોને જોતા જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે, જિન ઝખ્મો કો વક્ત ભર ચલા હૈ, તુમ ઉન્હેં ક્યો છેડે જા રહે હો. બંને વિડીયો પર ઘણી કૉમેન્ટ્સ આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.