બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેમને ફક્ત તેના અભિનયથી જ નહિ પરંતુ સમાજ સેવાના કાર્યોથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે એવા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે નિધન થઇ ગયું. જેના બાદ અક્ષય પણ ખુબ જ દુઃખમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે અક્ષયના આ દુઃખની અંદર સાથ આપવા અને તેમની માતાને અંતિમ વિદાય આપવા બોલીવુડના સેલેબ્રેટીઓ આવી પહોંચ્યા હતા. જેમની કેટલીક તસવીરો પણ હવે સામે આવી રહી છે.
અક્ષય કુમારની માતાના નિધનની ખબરથી બોલીવુડમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ હતી, અરુણા ભાટિયાના નિધન બાદ અક્ષય અને પરિવારને સાંત્વના અપાવવા માટે અભિનેતા રિતેશ દેશમુખ પણ આવી પહોંચ્યો હતો.
રિતેશ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન પણ અક્ષયના ઘરે તેની માતાના અંતિમ દર્શન કરવા અને અક્ષયના માથે આવી પડેલા આ દુઃખને સહન કરવાની હિંમત આપવા માટે આવી પહોંચ્યા હતા.
અક્ષય કુમારની સૌથી નજીક રહેતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ અક્ષયના આ દુઃખમાં સહભાગી થવા માટે આવી પહોંચ્યા હતા. તેમને પણ કારની અંદર બેઠેલા સ્પોટ કરવામાં આવ્યા હતા.
તો ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તોરાની પણ અક્ષયની ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું.
છેલ્લા કેટલાય સમયથી અક્ષયની માતાની તબિયત ખુબ જ ખરાબ હતી અને તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે હોસ્પિટલના આઇસીયુની અંદર જિંદગી અને મૃત્યુ સામેનો જંગ લડી રહ્યા હતા. પરંતુ આજે બુધવારની સવારે જ તેમને છેલ્લા શ્વાસ લીધા.
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે સવારના રોજ નિધન થયુ હતુ. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર માતાના નિધનની જાણકારી આપી હતી. તેમણે એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.
નિધનની જાણકારી મળ્યા બાદ અક્ષયના આ દુઃખની અંદર સાથ આપવા અને તેમની માતાને અંતિમ વિદાય આપવા બોલીવુડના સેલેબ્રેટીઓ આવી પહોંચ્યા હતા. જેમની કેટલીક તસવીરો પણ હવે સામે આવી રહી છે. અક્ષય કુમારની માતાના નિધનની ખબરથી બોલીવુડમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ હતી.
અરુણા ભાટિયાના નિધન બાદ અક્ષય અને પરિવારને સાંત્વના અપાવવા માટે અભિનેતા રિતેશ દેશમુખ પણ આવી પહોંચ્યો હતો. રિતેશ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, પ્રોડ્યુસર રમેશ તોરાની, કરન કાપડિયા જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. શ્મશાન ઘાટથી અક્ષય કુમારની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
જેમાં તેઓ માયૂસ નજર આવી રહ્યા છે. તેમના ચહેરા પર માતાને ગુમાવ્યાનું દર્દ નજર આવી રહ્યુ છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સાસુના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તેમની દીકરી નિતારા પણ સાથે હતી.
અક્ષયની માતાના નિધનની ખબર આવ્યા બાદ બોલિવુડ સેલેબ્સ દુખ જતાવતા તેમને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ પણ કરી રહ્યા છે. ત્યાં, કેટલાક સ્ટાર્સ તેમની માતાને અંતિમ વિદાય આપવા માટે અભિનેતાના ઘરે અને સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.
અક્ષય કુમારની માતાના અંતિમ સંસ્કાર મુંબઇના જૂહુમાં પવનહંસ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. સ્મશાન ઘાટથી તેમની અને તેમની પત્ની ટ્વિંકલ ખન્નાની તસવીરો સામે આવી છે. જેમાં બંનેના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. અક્ષય કુમાર ગાડીમાં બેઠેલા ઘણા દુખી નજર આવી રહ્યા છે. ત્યાં બીજી બાજુ ટ્વિંકલ ખન્ના પણ ગાડીમાં બેઠેલી જોવા મળી હતી, તે પણ ઉદાસ જોવા મળી હતી.