મનોરંજન

તારક મહેતાની રીટા રિપોર્ટરે શેર કરી બેબી શાવરની 10 તસ્વીરો, જૂની સોનુ અને ગોલી પણ જોવા મળ્યા તસ્વીરોમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા હાલમાં પોતાની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે, તે પોતાના પહેલા બાળકના આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહી છે. ત્યારે પ્રિયાના બેબી શાવરની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં છે.

Image Source

પ્રિયાએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના બેબી શાવરની તસ્વીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ડાર્ક પિન્ક ડ્રેસમાં અને માથા પર ફ્લોરલ હેરબેન્ડમાં પ્રિયા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, અને પ્રેગનન્સી ગ્લો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

Image Source

માલદીવ્સમાં બેબીમૂન મનાવ્યા પછી, પ્રિયા અને તેમના પતિ માલવે તેમના સગાસંબંધીઓ અને મિત્રો સાથે તેમના આવનારા બાળકની ખુશી સેલિબ્રેટ કરી. આ પાર્ટીમાં તેમના બે ક્યૂટ પેટ્સ પણ જોવા મળ્યા હતા.

Image Source

પ્રિયાની આ બેબી શાવર પાર્ટીમાં તારક મહેતા શોના બે કલાકારો નિધિ ભાનુશાલી કે જે પહેલા સોનુનું પાત્ર ભજવતી હતી અને કુશ શાહ કે જે ગોલીનું પાત્ર ભજવી રહ્યો છે, તેઓ પણ હાજર રહયા હતા.

Image Source

એક તસ્વીરમાં જોઈ શકાય છે કે કુશ શાહ અને પ્રિયા બંને પોતાની ટમી બતાવી રહયા છે. કુશ શાહ આ શોમાં પણ એક ફૂડી વ્યક્તિનું જ પાત્ર ભજવી રહ્યો છે.

બીજી તસ્વીરોમાં પ્રિયા અને તેમના પતિ માલવ તેમના પરિવાર અને મિત્રો સાથે આ ખુશી એન્જોય કરતા દેખાઈ રહયા છે. આ તસ્વીરો શેર કરતાની સાથે જ પ્રિયાએ લખ્યું છે, ‘લવલી ડે, બેબી શાવર કમ બર્થડે પાર્ટી વિથ માય ફેવરેટ પીપલ.’

 

View this post on Instagram

 

Lovely day… 🥰🥰🥰 Babyshower cum birthday party with my favorite ppl #babyshower

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ પહેલા પ્રિયા અને માલવે જન્માષ્ટીના અવસર પર સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને તેમના બાળકના આવવાના સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા.

જણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. નવેમ્બર 2019માં બંને લગ્નના બંધનમાં બંધાયા. આ શોના સેટ પર જ બંનેની એકબીજા સાથે મિત્રતા થઇ અને બંનેને પ્રેમ થયો અને એ પછી બંનેએ લગ્ન કરી લીધા.

આ શોમાં પ્રિયાની પાત્ર રેગ્યુલર નથી, ક્યારેક કયારેક જ એ શોમાં જોવા મળે છે, લાંબા સમયથી તે આ શોમાં જોવા મળી નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.