અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 પ્રવાસે છે. ડોનાલ્ડનો ભારત પ્રવાસ શરૂઆત અમદાવાદથી કરી હતી. આ જે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો બીજો દિવસ છે. ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અમેરિકાના પરમાણુ ઉર્જા વિભાગની પ્રમુખ રીતા બરનવાલ આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે, રીતા બરનાલનું પૈતૃક ગામ ભારતના ઉત્તર પ્રદેશમાં છે. રીતાનો જન્મ બસ્તિ જિલ્લાના કલવારીના બહાદુરપુરમાં થયો હતો. રીતાના ભારત પ્રવાસને લઈને તેના ગામમાં અને સગા સંબંધીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં રહેતા તેના સંબંધીઓએ અમેરિકન એમ્બેસી પાસે રીતાને મળવાની મંજૂરી માંગી છે. જો મંજૂરી મળશે તો તેનાપરિજનો દિલ્લી મળવા જશે.

રીતા મૂળ ઉત્તરપ્રદેશના બહાદુરપુરની દીકરી છે. રીતાના પિતા કૃષ્ણચંદ્ર બરનવાલ આઈઆઈટી ખડગપુરના ટોપર હતા. કૃષ્ણચંદ્ર બરનવાલ 1968માં તેઓ પીએચડી કરવા માટે અમેરિકા જતા રહ્યા હતા. પીએચડી કર્યા બાદ તેમણે ત્યાં જ પ્રોફેસરની નોકરી શરૂ કરી દીધી હતી. લગ્ન બાદ પત્નીને પણ અમેરિકા લઈ ગયા હતા.

કૃષ્ણચંદ્ર બરનવાલ ચાર ભાઈ હતા. કૃષ્ણચંદ્ર બરનવાએ ત્રણ દીકરી છે. તે પૈકી એક રીતાએ એમઆઈટીથી પદાર્થ વિજ્ઞાનઅને અભિયાંત્રિકમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મિશિગન વિશ્વવિદ્યાલયમાં સંશોધન કર્યું હતું.

આજે રીતા અમેરિકાન આ પરમાણુ ઉર્જા વિભાગની પ્રમુખ છે. રીતાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ અનુસાર જૂન 2019માં પરમાણુ ઉર્જા વિભાગમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ડેલિગશન સાથે ભારત આવ્યા છે. જણાવી દઈએ કે, રીતા 2008 બાદ ભારત આવી ના હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.