ખબર

ગુડ ન્યૂઝ: ભારતમાં કોરોના વાયરસ ‘હાંફી’ ગયો! કોવિડના કેસ અને મૃત્યુ વધ્યા છતાં પણ એક સારા સમાચાર આવ્યા

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે એક સારી વાત એ પણ સામે આવી છે કે આ રોગચાળાને માત આપીને સ્વસ્થ થતા લોકોની સંખ્યા વધી રહી છે અને મૃત્યુદર ઘટી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાનો દર સતત વધી રહ્યો છે. અત્યારે આ દર 48.19 ટકા પર પહોંચી ગયો છે.

વિશ્વભરમાં સરેરાશ મૃત્યુદર 6.19 ટકા છે જેની સરખામણીમાં ભારતમાં મૃત્યુદર ઘટીને 2.83 ટકા પર આવી ગયો છે. 15 એપ્રિલે મૃત્યુદર 3.3 ટકા, 3 મેએ 3.25 ટકા અને 18 મેએ 3.15 ટકા હતો. મંત્રાલયનું કહેવું છે કે સમયસર દર્દીઓની ઓળખ અને દર્દીની સારવારને કારણે ભારતમાં મૃત્યુદર ઘટી રહ્યો છે. આ બધા જ ઉપાયોથી એવું જોવા મળ્યું છે કે દર્દીઓના સ્વસ્થ થવાનો દર સુધરી રહ્યો છે અને મૃત્યુદર ઘટી રહ્યો છે.

Image Source

અમેરિકામાં એક લાખથી વધુ મોત થયા છે અને ત્યાં મૃત્યુદર 5.92 ટકા છે. બ્રિટનમાં 38 હજારથી વધુ લોકોના જીવ ગયા છે અને ત્યાં મૃત્યુદર 14.07 ટકા છે, આ જ રીતે ઇટલીમાં 14.33 ટકા, સ્પેનમાં 12.12 ટકા, ફ્રાન્સમાં 19.35 ટકા, અને બ્રાઝિલમાં 5.99 ટકા મૃત્યુદર છે.

મંત્રાલયે કહ્યું છે કે દર્દીઓની તપાસ કરવાની ક્ષમતા પણ વધી છે. અત્યારે 472 સરકારી અને 204 ખાનગી લેબોરેટરીમાં દર્દીઓના નમૂનાની તપાસ થઇ રહી છે. અત્યાર સુધીમાં 38,37,207 નમૂનાની તપાસ થઇ ચુકી છે. રવિવારે એક લાખથી વધુ તપાસ કરવામાં આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.