અજબગજબ ખબર

બહેનની ખરાબ તબિયતના કારણે મળ્યો સ્ટાર્ટઅપનો આઈડિયા, કોલેજ છોડી બનાવી કંપની, આજે છે અરબપતિ

તમે વિશ્વાસ નહિ કરો, આઈડિયા એટલો દમદાર નીકળ્યો કે 35000 કરોડનું એમ્પ્યાર ઉભું થતા વાર ના લાગી

દરેક વ્યક્તિ સપના જુએ છે અને તેને પુરા કરવા માટે મહેનત પણ કરે છે, છતાં પણ ઘણાના સપના અધૂરા રહી જાય છે તો ઘણા પુરા પણ કરી લે છે, આજે અમે તમને એવા જ એક વ્યક્તિની વાર્તા જણાવીશું જેને પોતાની મહેનતથી પોતાના સપના સાકાર કર્યા છે.

આ વ્યક્તિ છે ભારતીય અમેરિકી ઋષિ શાહ, જે આજે અરબોની કંપનીનો માલિક છે. ઋષિ શરૂઆતથી જ એન્ટ્રોપી બનવા મણાગતો હતો. અને તેને પૂરું કરવા માટે 10 વર્ષ પહેલા 2006માં પોતાનો અભ્યાસ છોડીને પોતાની એક મિત્ર શ્રદ્ધા અગ્રવાલ સાથે મળીને શિકાગોની અંદર હેલ્થ કેયર ટેક કંપની “આઉટકમ હેલ્થ”ની સ્થાપના કરી. ત્યારે એ કંપનીની લાગત 600 મિલિયન ડોલર એટલે કે લગભગ 3856 કરોડ રૂપિયા આવી હતી અને આજે આ કામનીનું વેલ્યુએશન 5.6 બિલિયન ડોલર એટલે કે લગભગ 35,990 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Image Source

શાહ ટ્રાન્સફર સ્ટુડન્ટ તરીકે નોર્થવેસ્ટર્ન યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તે શ્રદ્ધા અગ્રવાલ નામની એક મહિલા સાથે લ્યો, જે આજે તેની કંપનીની પ્રેસિડેન્ટ છે. વર્ષ 2006 દરમિયાન યુનિવર્સટીમાં અભ્યાસ દરમિયાન એક કેમ્પસ મેગેઝીન માટે કામ કરતા કરતા બંનેએ  કોન્ટેક્ટ્સમિડીયા નામની એક કંપનીનો પાયો પણ નાખ્યો હતો.કંપનીએ કોઈપણ પ્રકારના બાહરી રોકાણ વગર ફિજ઼િશશિયાનો અને હોસ્પિટલોને વિડીયો મોનીટરીંગ સર્વિસીસ વેચવાનું શરૂ કર્યું હતું.

Image Source

આગળના 10 વર્ષમાં કંપનીનો વિસ્તાર ઝડપથી વધવા લાગ્યો અને મોટા મોટા રોકાણકારોની નજર તેના ઉપ્પર પડવા લાગી, પરંતુ શા અને અગ્રવાલે માલિકીનો હક પોતાની પાસે જ રાખવાનો નિર્ણય કર્યો,  બંનેએ બધા જ ઓફર ઠુકરાવી દીધા.  કંપનીને જયારે પહેલુંય મોટું ફંડિંગ મળવાનું હતું ત્યારે તેમને કંપનીનું નામ બદલી અને “આઉટકમ હેલ્થ” રાખી દીધું.

Image Source

આઉટકમ હેલ્થનો ઉદ્દેશ્ય ટેક્નોલીજી દ્વારા ડોકટરો અને દર્દીઓને કોઈપણ બીમારી અથવા મેડિકલ કન્ડિશન વિશે નવી અને સાથી વધારે જાણકારી આપવી અને તે સારવાર માટે કઈ દિશામાં જાય તેના વિશેની જાણકારી વિડીયો દ્વારા, ટેબ્લેટ ડિવાઇસ દ્વારા અને ડોક્ટરોના વેઇટિંગ રૂમમાં લાગેલી સ્ક્રીન ઉપર જોઈને જણાવામાં આવતી હતી.

Image Source

આજે આઉટકમ હેલ્થ 40 હજારથી પણ વધારે સ્વાસ્થ્ય સંબંધી વિષયોમાં પોતનાયુ યોગદાન આપી રહ્યું છે અને અમેરિકામાં કાર્ય કરી રહેલા લગભગ 20 ટકા ડોક્ટર્સના ઓફિસમાં પોતાની જગ્યા પણ બનાવી ચુક્યા છે. હવે તેની સાથે 2 લાખ 30 હજાર હેલ્થ કેયર પ્રોફેશનલ પણ જોડાઈ ચુક્યા છે અને લગભગ 585 મિલિયન લોકો દર વર્ષે તેમની સેવાઓનો લાભ લે છે.

Image Source

આજે “આઉટકમ હેલ્થ” એક યુનિકોર્ન કંપની છે. જેને આ વર્ષે જુલાઈ મહિનામાં એક બિલિયન ડોલર (લગભગ 64.26 અરબ રૂપિયા) મૂલ્યની 200 લામણીઓની સૂચીમાં ટોપ 30માં સ્થાન મેળવ્યું છે.

Image Source

કંપનીને ગયા વર્ષે 13 કરોડ ડોલરથી પણ વધારેનું રેવન્યુ મળ્યું છે અને તેમનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન લગભગ 40 ટકા રહ્યું. શાહ ઈચ્છે છે કે ભવિષ્યમાં તેમની કંપની “આઉટકમ હેલ્થ” દ્વારા આપવામાં આવેલી જાણકારીઓ દુનિયાના બધા જ ડોક્ટરના ક્લિનિકની અંદર ઉપસ્થિત હોય અને તેમને એ વિશ્વાસ છે કે વર્ષ 2020 સુધી તે સંભવ પણ થઇ જશે.

Image Source

આજે ઋષિ માત્ર 31 વર્ષની ઉંમરે ના એક સફળ બિઝનેસમેન છે પરંતુ લાખો કરોડો યુવાનો માટે રોલ મોડેલ પણ છે.