BREAKING : ભારતના આધ્યાત્મિક ગુરુનું નિધન, આર્ટ ઓફ લિવિંગના અગ્રણી એવા ઋષિ નિત્ય પ્રજ્ઞાએ વડોદરા ખાતે સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

ભારતમાં સઝુઠી માન્યતા પ્રાપ્ત અને પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુમાંથી એક જેમેણે ઘણા લોકોના દિલને સ્પર્શ્યા હતા એવા આર્ટ ઓફ લિવિંગના અગ્રણી ઋષિ નિત્ય પ્રજ્ઞાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારે બધાના હૃદય ઝકઝોળીને રાખી દીધા છે. જ્યારથી તેમના નિધનની ખબર આવી છે તેમના અનુયાયીઓ અદમમાં છે અને નેટીજન્સ તેમના વિશે જાણવા ઉસકૂક છે.

ઋષિ નિત્ય પ્રજ્ઞા છેલ્લા 10 દિવસથી વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં આજે તેમને છેલ્લા શ્વાસ લીધા. ઋષિ નિત્ય પ્રજ્ઞા વિશ્વના સૌથી મોટા સ્વંયસેવી એનજીઓ ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના કાર્યક્રમોના નિર્દેશક હતા. આ ઉપરાંત તેમના કામોએ તેમને દુનિયાની અંદર એક ઓળખ અપાવી હતી.

નિતીન લિએ તરીકે વડોદરામાં જન્મેલા ઋષિ નિત્ય પ્રજ્ઞાએ  કેમિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે તેઓ 21 વર્ષની ઉંમરે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીના સંપર્કમાં આવ્યા હતા જેના બાદ આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયા હતા. આ ઉપરાંત તેઓ સંગીતકાર અને ગાયક પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Rishi Nityapragya (@rishinityapragya)

Niraj Patel