ખબર મનોરંજન

રિશી-નીતૂની લવસ્ટોરી: થોડા દિવસોની દૂરી બંન્ને લાવી વધુ નજીક, પેરિસથી મોકલ્યો હતો ટેલિગ્રામ

દિગ્ગજ બોલિવુડ એક્ટર રિશી કપૂરનું નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત ખરાબ હતી. રિશીને હોસ્પિટલમાં દાખલ કર વામાં આવ્યાં હતા. ત્યાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. રિશી કેન્સરની સારવાર માટે થઇને અમેરિકા પણ ગયા હતા અને ગયા વર્ષે પત્ની નીતૂ સાથે ભારત પાછા ફર્યા હતા.

રિશી કપૂર અને નીતૂ કપૂર મોસ્ટ આઇકોનિક ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન કપલ્સમાંથી એક છે. લગ્નના આટલા વર્ષ બાદ પણ બંનેની વચ્ચેની કેમેસ્ટ્રીના હરકોઇ વખાણ કરે છે. રિશી કપૂર દરેક વાતે પત્ની નીતૂના વખાણ કરતાં હોય છે. તો આવો જાણીએ કે રિશી કપૂર અને નીતૂ કપૂરને પ્રેમની લાગણી ક્યારે અને કેવી રીતે થઇ?

હિટ જોડી હતી રિશી-નીતૂ
નીતૂ સિંહ પોતાના એક દસકના કરિયરમાં ઘણા હિરોઝ સાથે હિટ ફિલ્મો આપી છે. જો કે તેમની જોડી સૌથી વધુ રિશી કપૂર સાથે જામી હતી. જે આગળ જઇને તેમના બેટરહાફ બન્યા. નીતૂ અને રિશી કપૂરની લવસ્ટોરી કોઇ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. યશ ચોપરાની ફિલ્મ રિશી કપૂરના ઓપોઝિટ નીતૂ સિંહને કાસ્ટ કરી હતી. કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન રિશી કપૂર અને નીતૂ સિંહનું અફેર શરુ થયું હતું. ત્યાર બાદ તેઓની જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તે જમાનામાં યંગસ્ટર્સને તેઓની જોડી ખૂબ જ પસંદ આવતી હતી, જેના કારણે તેમની જોડીને હિટ રહી હતી.

રિશીની પહેલી ગર્લફ્રેન્ડ
નીતૂ સિંહ પહેલા રિશી કપૂર યાસ્મીન મહેતા નામની પારસી છોકરીના પ્રેમમાં હતા. યાસ્મીન વિશે રિશીએ ક્યારેય કોઇ વાત કરી નથી. પરંતુ તેમણે નીતૂ સાથેની પહેલી મુલાકાત થઇ હતી, ત્યારે તે યાસ્મીનને ડેટ કરી રહ્યાં હતા. ફિલ્મ બોબીની સક્સેસ બાદ યાસ્મીનને લાગ્યું કે રિશી બોબીની કોસ્ટાર ડિમ્પલ કાપડિયાના પ્રેમમાં છે. આ ગલતફેમીના કારણે યાસ્મીને રિશીના પ્રેમને ઠોકર મારી દીધી. રિશી કપૂરે તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે માની નહીં.

પહેલી મુલાકાત
ત્યાર બાદ નીતૂ સિહ જીવનમાં આવી. એક ઇન્ટરવ્યુમાં નીતુએ કહ્યું હતું કે, ‘હું પહેલી વખત રિશીને આર.કે સ્ટુડિયોમાં મળી હતી. ત્યાં ફિલ્મ ‘બોબી’નું શુટિંગ ચાલી રહ્યું હતુ. પરંતુ અમારી ઓળખાણ ફિલ્મ ‘જહરીલા ઇન્સાન’ના સેટ પર થઇ હતી. પહેલી વખત મળીને મને તે બિલકુલ પસંદ આવ્યા ન હતા, કારણ કે તે દરેક વાતે રોટ-ટોક કરતા હતા. મને લાગ્યું કે તે કેવા માણસ છે?પરંતુ પછી ધીરે ધીરે અમારી દોસ્તી થઇ અને પછી લગ્ન થયા’

દૂર રહીને થયો પ્રેમનો અહેસાસ
રિશી અને નીતૂએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દરમિયાન તેઓ સાથે ઘણો સમય વિતાવ્યો છે. જો કે, તેઓ તે સમયે એકબીજાથી એટ્રેક્ટ થયા ન હતા. પરંતુ રિશીને નીતૂ માટે પ્રેમનો અહેસાસ ત્યારે થયો જ્યારે નીતૂ ફિલ્મ બારૂદના શુટિંગ માટે થોડા દિવસો માટે તેમના દૂર થઇ, રિશી પોતાની ફિલ્મ માટે પેરિસ ગયા હતા. ત્યાં પણ તેમને નીતૂ વિના એકલા લાગતું હતું.

ટેલિગ્રામ દ્વારા સંદેશ મોકલ્યો
2-3 દિવસ બાદ રિશીને અહેસાસ થયો કે તે નીતૂને પ્રેમ કરે છે. પેરિસથી રિશીએ નીતૂને ટેલિગ્રામ મોકલ્યો જેમાં લખ્યું હતું કે, યે શીખણી બડી યાદ આતી હૈ… આ વાંચીને નીતૂ સિંહની ખૂશીનો તો કંઇ ઠેકાણું જ ન રહ્યું…આ ખુશી તે કોઇનાથી છુપાવી જ ન શકી. તેણે ટેલિગ્રામનો આ સંદેશ યશ અને પામેલા ચોપરાને બતાવ્યો.

અને લગ્ન કરી લીધા
22 જાન્યુઆરી, 1980માં રિશી અને નીતૂએ લગ્ન કરી લીધા. જો કે લગ્ન બાદ નીતૂએ ફિલ્મ કરિયરને અલવિદા કહી દીધું. ઉલ્લેખનીય છે કે તે સમયે નીતૂ સિંહ ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી. નીતૂ અને રિશીના બે બાળકો છે. મોટી દીકરી રિધિમા અને દીકરો રણબીર કપૂર. લગ્નના 26 વર્ષ બાદ 2009માં ફિલ્મ ‘લવ આજ કલ’ દ્વારા નીતૂએ મોટા પરદા પર કમબેક કર્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.