રાજકપૂરના સૌથી નાના દીકરાનું મંગળવારે એટલે કે આજે મુંબઇમાં નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેમના મોટા ભાઇ રણધીર કપૂર છેલ્લા સમયમાં તેમની સાથે રહ્યા હતા.

રાજીવ કપૂર દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇ હતા. રણધીર કપૂરે તેમના નાના ભાઇની ખબર આપતા કહ્યુ હતુ કે, મેં મારા નાના ભાઇને ખોઇ દીધો. રાજીવનું નિધન થઇ ગયું. ડોકટરોએ તેમના તરફથી બનતી બધી જ કોશિશ કરી પરંતુ તે બચી શક્યા નહિ.

રાજીવ કપૂરને તેમની ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં તેમના અભિનય માટે જાણવામાં આવતા હતા. તે ઉપરાંત તેમણે એક જાન હે હમ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. તેમણે પ્રેમ ગ્રંથ ફિલ્મનું ડાયરેક્શન કર્યુ હતું. રાજીવ કપૂરે વર્ષ 1984માં આવેલી ફિલ્મ આસમાન, લવર બોય, જબરદસ્ત અને હમ તો ચલે પરદેશમાં અભિનય કર્યો હતો. તેઓ અંતિમ વખત 1990માં ફિલ્મ જિમ્મેદારમાં નજરે પડ્યા હતા.

રાજીવ કપૂર અભિનેતા અને પ્રોડયુસર તેમજ ડાયરેક્ટર હતા. તેમણે 1983માં આવેલી ફિલ્મ એક જાન હે હમથી ડેબ્યુ કર્યુ હતું. રાજીવ કપૂરના નિધનના સમાચાર મળતા જ બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. બોલિવુડ સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.