ખબર ફિલ્મી દુનિયા

મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં રિશી કપૂર સાથે કરી મુલાકાત, Photos ઇન્ટરનેટ પર થયા વાઇરલ જુવો તમે પણ

રીશિ કપૂર 2018થી ન્યુયોર્કના એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવતા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ન્યુયોર્કમાં રીશિ કપૂરને મળ્યા. રીશિ અને નીતુ કપૂરે સોશ્યિલ મીડિયા પર ફોટાઓ શેર કર્યા. રીશિ કપૂરે ફોટો ટ્વીટ કરતા મુકેશ અને નીતા અંબાણીના ધન્યવાદ પ્રગટ કર્યા.

Image Source

આ સમય દરમિયાન તેમને કેટલાક સેલિબ્રિટી પણ આવ્યા હતા. મુકેશ અંબાણી અને રીશિ કપૂરના ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો છે. રીશિ કપૂરે રવિવારના ટ્વીટર પર બે ફોટા પોસ્ટ કરતા કહ્યું, “અમને મળવા આવવા માટે મુકેશ અને નીતા અંબાણીનો ધન્યવાદ. અમે પણ તમને પ્રેમ કરીએ છીએ.”

નીતુ કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું “કેટલાક લોકો અમને આશ્વાશન અને માનસિક શાંતિ આપવા માટે આવે છે. તમારા સપોર્ટ માટે ધન્યવાદ મિસ્ટર અને મિસિસ અંબાણી.”

Image Source

શાહરુખ ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપડા જોનસ, દીપિકા પાદુકોણ અને અનુપમ ખેર જોવા બોલીવુડના કલાકારો રીશિ કપૂરને મળવા અને હાલચાલ પૂછવા આવ્યા હતા. રીશિ કપૂરના ભાઈ રણધીર કપૂર એ જણાવ્યું હતું કે 66 વર્ષના અભિનેતા જલ્દીથી ભારત પાછા આવી રહયા છે. જાણવામાં આવ્યું છે કે તેઓ હવે કેન્સરથી મુક્ત થઇ ગયા છે.

થોડા સમય પહેલા ફિલ્મમેકર રાહુલ રવેલ ફેસબૂકના પોસ્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે રીશિ કપૂરને કેન્સર છે. રાહુલ રવેલ રીશિ કપૂરના મિત્ર છે. તેમને જણાવ્યું હતું કે લગભગ 8 મહિનાના સારવાર પછી રીશિ કપૂર કેન્સરથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ ગયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks