મનોરંજન

બોલિવૂડમાં ખતરનાક ઘટસ્ફોટ, ઋષિ કપૂરે 30 હજાર ખવડાવી ‘અમિતાભજી’નો એવોર્ડ પોતાનો કર્યો હતો- જાણો પૂરો મામલો

ઋષિ કપૂર પોતાના જીવનમાં જેટલા બેબાક છે, એટલી જ તેમની બાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા – ઋષિ કપૂર અનસેન્સર્ડ’ પણ બેબાક છે. છેલ્લા એક વર્ષથી તો ઋષિ કપૂર ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહયા છે. પણ તેમને પોતાની બાયોગ્રાફીમાં ઘણાય ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. કેટલાક વર્ષો પહેલા તેમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક એવોર્ડ જીતવા માટે તેમને 30 હાજર રૂપિયા આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

ફિલ્મ બોબીથી ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ એક રોમેન્ટિક ફિલ્મ હતી અને એ સમયે એક્શનનો દૌર ચાલતો હતો. ફિલ્મ ઝંઝીર માટે અમિતાભ બચ્ચન તેમની કોમ્પિટિશનમાં હતા. ઋષિ કપૂરે કહ્યું હતું કે તેઓ માત્ર ૨૦-૨૨ વર્ષના હતા અને ફિલ્મ હિટ થવાથી તેઓ સ્ટાર બની ગયા હતા. ‘હું પૈસાદાર હતો અને એ સમયે હવામાં ઉડતો હતો. ત્યારે એ લોકોએ મને કહ્યું કે જો મારે આ એવોર્ડ 30 હાજર રૂપિયામાં જોઈતો હોય તો, એ સમયે આ ઘણા બધા રૂપિયા કહેવાતા હતા. અને મેં કહ્યું કેમ નહિ.’

 

View this post on Instagram

 

IIFA. Bangkok. Fun as usual. Next stop Mauritius via Dubai!

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

1974માં ફિલ્મફેયર એવોર્ડ એવોર્ડ ફન્કશનમાં જયારે બેસ્ટ એક્ટર નામ એનાઉન્સ થયું ત્યારે આ એવોર્ડ તેમને જ આપવામાં આવ્યો હતો. આ રીતે અમિતાભ બચ્ચનનો એવોર્ડ ખરીદી લીધા પછી ઋષિ કપૂર અને અમિતાભ વચ્ચે લાંબો સમય સુધી કોલ્ડ વોર જેવું ચાલ્યું હતું.

 

View this post on Instagram

 

some moments ✌❤

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks