બે દિવસમાં બોલીવુડના બે ડિગાજ અભિનેતાઓના નિધનથી સમગ્ર બૉલીવુડ સાથે આખો દેશ દુઃખમાં છે, ગઈકાલે અભિનેતા ઈરફાન ખાનના અવસાનનું દુઃખ હજુ ઓછું નહોતું થયું ત્યાં જ આજે અભિનેતા ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યા, તેમના નિધનના સમાચાર પણ અમિતાભ બચ્ચને એક ટ્વીટ કરીને આપ્યા હતા.

ઋષિ કપૂર એક ઉમદા અભિનેતા હતા, તમને બાળપણથી લઈને અત્યાર સુધી અભિનય કરતા રહ્યા, માત્ર પડદા ઉપર જ નહિ અસલ જીવનમાં પણ ઋષિ કપૂર એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમના બાળપણ તે ખુબ જ શરારતી અને તોફાની હતા. તેમના બાળપણ ચહેરાને જોતા એવું લાગે છે કે તે સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુર જેવા જ લાગતા હતા.

ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952માં થયો હતો, તેમનો પરિવાર પણ અભિનયની દુનિયા સાથે જ જોડાયેલો હતો, તેમના પિતા રાજ કપૂર ફિલ્મી દુનિયાનું એક મોટું નામ છે, તેમના દાદા પૃથ્વીરાજ પણ અભિનયની દુનિયા સાથે જ જોડાયેલા હતા જેના કારણે ઋષિ કપૂરના લોહીમાં જ અભિનય રહ્યો હતો અને તે એક સફળ અભિનેતા તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરવામાં પણ સફળ રહ્યા.

ઋષિ કપૂરનું બાળપણનું નામ ચિન્ટુ હતું, અને તે ખુબ જ મસ્તીખોર હતા. તે ભીડ હોઈને પણ હેરાન થઇ જતા હતા. જેમ આજે તૈમુર ભીડ જોઈને હેરાન થઇ જાય છે, તૈમુર સાથે ના માત્ર ચેહરો કેટલાક ગુણ પણ ઋષિ કપૂરના મળતા આવે છે.

વર્ષ 2019માં ઋષિ કપૂરે પોતાના એક બાળપણનો ફોટો શેર કર્યો હતો જેમાં તે પોતાના ભાઈઓ સાથે ઠંડુપીણું પી રહ્યા હતા. તે કેટલા મસ્તીખોર હતા એ આ ફોટોમાં જોઈ શકાય છે, આ ફોટોમાં ખૂણામાં એક શાંત છોકરો બેઠેલો દેખાય છે તે છે અનિલ કપૂર.

ગાયિકા લતા મંગેશકરે પણ ઋષિ કપૂરના બાળપણનો એક ફોટો શેર કર્યો છે, જેમાં લતા મંગેશકરના ખોળામાં ઋષિ કપૂર રમી રહ્યો છે.

ફિલ્મ “મેરા નામ જોકર”થી ઋષિ કપૂરે પોતાના ફિલ્મી જીવનની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેમના અભિનય માટે ઋષિ કપૂરને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

મેરા નામ જોકર પહેલા પણ ઋષિ કપૂર એક ફિલ્મમાં મહેમાન કલાકારના રૂપમાં જોવા મળ્યા હતા. જે ફિલ્મ હતી “શ્રી 420” આ ફિલ્મના પ્રખ્યાત ગીત “પ્યાર હુઆ ઈઝહાર હુઆ” માં ઋષિ કપૂરને જોઈ શકાય છે. ઋષિ કપૂરના બાળપણ સાથે જોડાયેલા ઘણા ફોટો સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે અને તેમના બાળકો પણ આ ફોટોને અવાર નવાર શેર કરતા રહે છે.

આ ઋષિ કપૂર આપણી વચ્ચે હયાત નથી, તેમની યાદો આપણા સૌની સાથે જોડાયેલી છે, બોલીવુડમાં તેમની ખોટ કોઈ પુરી શકવાનું નથી. આપણે સૌ ભગવાનને એક પ્રાર્થના કરી શકીએ કે “ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.