મનોરંજન

બે બાળકો અને પત્ની ઉપરાંત ઋષિ કપૂર છોડી ગયા છે કરોડોની સંપત્તિ! વાંચો સ્પેશિયલ સ્ટોરી

બોલિવુડની ફર્સ્ટ ફેમિલી એટલે કે કપૂર ખાનદાનના સૌથી ચમકતો સિતારો આજે આકાશમાં સમાઇ ગયો છે. આ સિતારો એટલે કે 67 વર્ષીય રિશી કપૂર. દરેક વ્યક્તિ પોતાના હિસાબથી યાદ કરે છે. અહીં આપણે ચીન્ટુજીના પરિવાર તથા સંપત્તિ વિશે જાણીએ.

છેલ્લા 100 વર્ષથી ફિલ્મ ઇન્ડરસ્ટ્રીમાં સક્રિય આ પરિવારનું સૌથી મોટુ નામ છે પૃથ્વી રાજ કપૂર. 1906માં પંજાબ પ્રાત(હાલનું પાકિસ્તાન)ના સમુદ્રીમાં જન્મેલા પૃથ્વી રાજ કપૂરે 1929માં સિનેમા ગિરી નામની ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે પૃથ્વી રાજ કપૂરનો પરિવાર ખૂબ જ રુઢીચુસ્ત હતો. પૃથ્વી રાજ કપૂરના પિતા બશશ્વરનાથ કપૂર પેશાવરમાં પોલિસ અધિકારી હતા.

પૃથ્વી રાજના ત્રણ દીકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ કપૂરે ભારતીય સિનેમામાં શો મેન તરીકે ઓળખવામાં આવે છે. રાજ કપૂરે અભિનયની સાથે નિર્માતા અને નિર્દેશકની ભૂમિકા ભજવી છે.

રાજ કપૂર અને ક્રિષ્ના કપૂરના ત્રણ દીકરા રણધીર, રિશી અને રાજીવ તથા રીતુ- રીમા નામની બે દીકરીઓ હતી. બે દીકરીઓ ફિલ્મોથી દૂર રહી છે. જ્યારે રાજીવે પ્રયત્નો કર્યા પણ તેને સફળતા ઓછી મળી. કામ માત્ર રણધીર અને રિશીને જ મળતુ હતું. તેમાં પણ સમય જ રિશીએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

રિશી કપૂરને ચોક્લેટી બોય અને લવર બોયની ઇમેજ મળી હતી. તેમને સિનેમા જગતમાં ખૂબ જ સફળતા મળી હતી. નીતૂ સિંહ સાથે પ્રેમ થયા બાદ તેની સાથે લગ્ન પણ કર્યા હતા. લગ્ન બાદ તેમના બે બાળકો છે. દીકરી રિધિમા અને દીકરો રણબીર કપૂર.

રિશી કપૂરે પોતાની પાછળ પોતાના બંને બાળકો અને પત્નીને છોડીને જતા રહ્યા છે. પરંતુ પત્ની અને બાળકો માટે સંપત્તિ છોડી ગયા છે. એક અનુમાન મુજબ, રિશી કપૂરની પાસે આશરે 250 કરોડ રુપિયાની સંપત્તિ છે.

પોતાના ફિલ્મી કરિયરમાં રિશી કપૂરે 90ના દાયકાથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રિશીને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો છે. તે સમયે એગ્રી મેન હિરોની વચ્ચે ચોકલેટી હિરોની પોતાની ઇમેજ બનાવી હતી. તેમનો દીકરો રણબીર કપૂર પણ બોલિવુડનો સફળ અભિનેતા છે.જ્યારે દીકરી રિધિમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.