ફિલ્મી દુનિયા

ઋષિ કપૂરે અલવિદા કહેતા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડયું, જુઓ અક્ષય કુમારથી લઈને અમિતાભે શું કહ્યું

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને 24 કલાકમાં બીજી ફટકો પડયો છે. બુધવારે ઈરફાન ખાને દુનિયાને અલવિદા કહી દેતા ફેન્સ હજુ આ શોકમાંથી બહાર નીકળ્યું ના હતું. ગુરુવારે સવારે બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધી હતી. ઋષિ કપૂરે આજે સવારે 9:32 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવુડના દિગ્ગ્જ એક્ટરનું નિધન થતા બૉલીવુડ સેલિબ્રિટી સહીત અનેક લોકોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.

અમિતાભ બચ્ચને પણઋષિ કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.વો ગયા, ઋષિ કપૂર ગયા. હાલ તેમનું નિધન થયું. હું ટૂટી ગયો છું. અમિતાભ બચ્ચને જ ઋષિ કપૂરના નિધન અંગેની જાણ કરી હતી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઋષિ કપૂરના નિધન પર દુ:ખ વ્યક્ત ટ્વિટમાં કર્યું હતું. ટ્વીટમાં લખ્યું કે, આ અઠવાડિયું ભારતીય સિનેમા માટે ઘણું દુ:ખ આપનારું છે, વધુ એક દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂર આજે અમારી વચ્ચેથી ચાલ્યા ગયા. એક શાનદાર અભિનેતા, જે દરેક પેઢીઓ માટે પ્રેરણાદાયી હતા.

દેશના સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ઋષિ કપૂરના નિધનથી દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વિટમાં લખ્યું કે, ઋષિ કપૂરનું અચાનક દુનિયાને અલવિદા કહેવાથી ઘણી હેરાન કરનારું છે. તે એક શાનદાર અભિનેતાની સાથે સાથે એક સારા માણસ પણ હતા. તેમના પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ.

અક્ષયકુમારે ઋષિ કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

જુહી ચાવલાએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જુહી ચાવલાએ કહ્યું હતું કે, નહીં.. નહીં આવું નથી થવું જોઈતું. આ એક દુઃખદ ખબર છે. આ ખબર જાણીને હું ખુબ દુઃખી થયો છું. હું એટલી હેરાન છું કે હું બતાવી નથી શકતી.

અનુષ્કા શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારી પાસે આ મહાન અભિનેતાને ખોયા બાદ કોઈ શબ્દ નથી. હું હાથમાં ફોનને પકડીને બેઠી પરંતુ મને યકીન નથી આવતો કે કાલે ઈરફાન અને આજે… બહુ જ દુઃખી છું. મને પૂરો વિશ્વાસ છે કે, તમે આ સદમામાંથી બહાર આવી જશો. તમે હંમેશા યાદ રહેશો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ટ્વીટ કર્યું હતું કે, આ ખબર સાથે મારી આંખ ખોલી હતી. એક મહાન કલાકાર અને કરોડો લોકોના દિલમાં રાજ કરનાર એક્ટર આપણને છોડીને ચાલ્યા ગયા. તમારી સ્ટાઇલ, હસી માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

કેટરીના કૈફે પણ ઋષિ કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને પ્રશંસકો અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરે હિન્દી સિનેમા જગતમાં મોટું યોગદાન આપ્યું છે. તેમને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.:pray: