બોલીવુડના દીગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની ઘણી યાદો આજે પણ આપણા દિલમાં વસેલી છે.ઋષિ કપૂરના નિધનનું દુઃખ માત્ર આપણા ભારતમાં જ નહિ પરંતુ આપણા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ છે.

ઘણા લોકોને આ વાતની ખબર નહીં હોય પરંતુ ઋષિ કપૂરની ઘણી યાદો પાકિસ્તાન સાથે પણ જોડાયેલી છે. પાકિસ્તાનમાં તેમની એક ખાનદાની હવેલી પણ આવેલી છે. આ હવેલી ઋષિ કપૂરના દાદાએ ખરીદી હતી. આજે એ હવેલી જર્જરતી થઇ ગઈ છે. પરંતુ ઋષિ કપૂરની અંતિમ ઈચ્છા એ હવેલી જોવાની હતી.

પેશાવરના રહેણાંક વિસ્તારમાં આવેલી આ હવેલી ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા જ કપૂર પરિવાર દ્વારા લેવામાં આવી હતી. કપૂર પરિવારનું ઘણી પેઢીઓ જૂનું આ ઘર છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ પહેલા પૃથ્વીરાજ કપૂરના પિતા એટલે કે ઋષિ કપૂરના પરદાદા બશેશ્વર નાથ કપૂરે 1918થી 1922 વચ્ચે આ હવેલી બનાવી હતી.
કપૂર ખાનદાનમાં પૃથ્વીરાજ પહેલા એવા વ્યક્તિ હતા જેમને ફિલ્મોમાં ।એન્ટ્રી કરી હતી. આજ હવેલીમાં પૃથ્વીરાજ કપૂરના નાનાભાઈ ત્રિલોકી કપૂર અને દીકરા રાજ કપૂરનો જન્મ થયો હતો.
Yes back in 1990. We shot for “Henna” in Islamabad. Visited Lahore,Karachi and my family hometown Peshawar. https://t.co/3DHT72yk97
— Rishi Kapoor (@chintskap) November 22, 2015
આ હવેલીની બહાર એક લાકડાની પાટી લગાવવામાં આવી છે તેના આધારે જાણી શકાય છે કે આ હવેલી 1818માં બનવવાની શરૂ કરવામાં આવી હતી અને 1921માં આ હવેલી તૈયાર થઇ ગઈ હતી. આ હવેલી 5 માલની છે અને તેમાં 40 રૂમ આવેલા છે. બહારથી પણ આ હવેલી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ હવેલીમાં આલીશાન ઝરુખા પણ મુકવામાં આવ્યા છે તે તેના વૈભવનું ઉદાહરણ આપે છે.

1947માં થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કપૂર પરિવાર બીજા હિન્દુઓની માફક જ આ શહેર અને હવેલી છોડીને ચાલ્યો ગયો. 1968માં આ હવેલીને એક ઝવેરી હાજી કુશળ રસુલે તેને ખરીદી લીધી અને પછી પેશાવરમાં જ બીજા વ્યક્તિને વેચી દીધી.

આ હવેલીના અસલ માલિક હવે હાજી ઇસરાર છે. તેમને જણાવ્યું હતું કે તેમના પિતાએ 80ના દાયકામાં આ હવેલી ખરીદી હતી. આસપાસના રહેવાવાળ લોકો કહી રહ્યા છે કે આ હવેલી છેલ્લા ઘણા સમયથી બંધ જ છે. લગ્ન અને બીજા સામાજિક પ્રસંગો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માલિક પણ અહીંયા ક્યારેક જ આવે છે.

વર્ષ 1990માં રાજકપૂરના નાના ભાઈ શશી કપૂર અને રણધીર કપૂર તેમજ ઋષિ કપૂરને પોતાનું આ ઘરને જોવા જવાનો એક ચાન્સ મળ્યો હતો અને આ ઘરમાંથી પાંચ ફરતી વખતે ઋષિ કપૂર આ ઘરના આંગણામાંથી થોડી માટી પણ સાથે લઇ આવ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.