મનોરંજન

આટલા કરોડની પ્રોપટીના માલિક હતા ઋષિ કપૂર, જાણો રણબીર માટે શું-શું મૂકી ગયા ?

બૉલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરે 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 67 વર્ષીય ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ઋષિ કપૂરના નિધનથી બધા લોકો સ્તબ્ધ છે.

Image Source

ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઇના ચેમ્બુરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેનું નામ ઋષિ રાજ કપૂર રાખવામાં આવ્યું હતું. ઋષિના દાદા પૃથ્વીરાજ કપૂર હતા. પૃથ્વીરાજ કપૂર ભારતીય થીએટર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા હતા. ઋષિ કપૂરના દાદા પછી તેમના પિતા રાજ કપૂરે આ ઇન્ડસ્ટ્રીઝની કમાન સાંભળી હતી. તે એક અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક હતો. રાજ કપૂરે કૃષ્ણ રાજ કપૂર (મલ્હોત્રા) સાથે લગ્ન કર્યા હતા.

ઋષિ કપૂર રાજ કપૂરના બીજો પુત્ર હતા. રણધીર કપૂર અને રાજીવ કપૂર તેના ભાઈઓ હતા. ઋષિ કપૂરે ત્રણેય ભાઈઓમાં સૌથી વધુ નામ કમાયું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા પ્રાપ્ત કરી હતી. ઋષિ કપૂરની ગણના ચોકલેટી બોય તરીકે થતી હતી. ઋષિ કપૂરને 2 બહેનો ઋતુ નંદા અને રીમા જૈન હતી. ઋતુ નંદાનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું.

ઋષિ કપૂરે 22 જાન્યુઆરી 1980ના એક્ટ્રેસ નીતુ કપૂર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ડઝનથી વધુ ફિલ્મોમાં કર્યું હતું. બંનેના 2 બાળકો રણબીર કપૂર અને રીધ્ધીમા કપૂર સાહની છે. રિદ્ધિમાંને દિલ્લીમાં જ્વલેરી બ્રાન્ડ છે. તો રણવીર કપૂર જાણીતો એક્ટર છે.

જણાવી દઈએ કે, 50 વર્ષની સિનેમા કરિયરમાં ઋષિ કપૂરે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, કુલ પ્રોપટી 300 કરોડ હતી. આ સિવાય પ્રોપટીમાં ઘર સિવાય લકઝરી કાર શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.