ફિલ્મી દુનિયા

ચમત્કાર : 3 વર્ષ પહેલા રિષિ કપૂરે કરી હતી આ ભવિષ્યવાણી, અત્યાર એકદમ સાચી પડી

હિન્દી સિનેમા વેતરણના એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું છે. ઋષિ કપૂરના નિધનને 13 દિવસ થઇ ગયા છે પરંતુ આજે પણ લોકો તેને યાદ કરી રહ્યા છે. ઋષિ કપૂરની હાલમાં જ એક વાત સામે આવી છે જે લોકોમાં ચર્ચાનો વિષય છે. 3 વર્ષ પહેલા દિગ્ગજ એક્ટર વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ તે વાત પર રિષિ કપૂર ભડક્યા હતા. વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં કોઇ નવી જનરેશનના એક્ટર શામેલ ના થતા લઇને ટ્વિટર પર લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

ઋષિ કપૂરે તે સમયે ટ્વિટ કરીને લખ્યુ કે, બહુ જ શરમજનક કહેવાય કે આ જનરેશનનો કોઇ પણ સ્ટાર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં શામેલ ના થયો, એ પણ જ્યારે તેમની સાથે કામ કર્યુ હોય તેમ છતાં પણ ઇજજ્ત કરવાનું શીખવુ જોઇએ. આ સિવાય ઋષિ કપૂરે લખ્યુ કે, આવું કેમ ? હું મરી જઇશ, મને પણ આ વાત માટે તૈયાર રહેવુ પડશે. કોઇ મને કાંધ આપવા નહી આવે. આજની જનરેશનના સ્ટાર્સથી દુખી છું.
જોકે સંયોગ પણ એવા થયા કે રિષિ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ લૉકડાઉનને કારણે માત્ર 24 લોકો જ શામેલ થઇ શક્યા, જેમાં તેમના પરિવારની સાથે સાથે કેટલાક નજીકના સંબંધીઓ હતા.

જણાવી દઈએ કે, ઋષિ કપૂર અને વિનોદ ખન્નાએ ચાંદની જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. વિનોદ ખન્નાનું 27 એપ્રિલ 2017આ રોજ નિધન થઇ ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.