કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

રિશી કપૂરને આ બિમારી હતી! એકાદ વર્ષ તો અમેરિકામાં રહીને પણ ઇલાજ કરાવ્યો!

બે વર્ષ સુધી ગંભીર બિમારી સામે લડ્યા બાદ આખરે રિશી કપૂરે મુંબઈની એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં દેહત્યાગ કર્યો. ફિલ્મજગતમાં આ સમાચારે સન્નાટો પ્રસરાવી દીધો. રિશીનાં નિધનની ખબર એ વખતે આવી છે જ્યારે હજુ અભિનેતા ઇરફાન ખાનનાં અવસાનના સમાચાર તાજા છે!

Image Source

શું બિમારી હતી?:
રિશી કપૂર ‘લ્યૂકેમિયા’થી પીડિત હતા. લ્યૂકેમિયાને લોહીનું કેન્સર કહેવામાં આવે છે. રિશી કપૂરને લ્યૂકેમિયા કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું હતું. જો કે, આ અગાઉ તેમણે એકાદ વર્ષ સુધી અમેરિકામાં પણ આ બિમારીનો ઇલાજ કરાવેલો.

આપણા લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને અમુકમાત્રામાં લસિકાકણો રૂધિરરસ(પ્લાઝમા)માં તરતા હોય છે. શ્વેતકણોનું કાર્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું છે. બહારથી શરીરમાં પ્રવેશતા વાઇરસ કે બેક્ટેરિયા જેવા પરોપજીવીઓ સામે શ્વેતકણો લડે છે અને શરીરને સુરક્ષિત રાખે છે.

Image Source

લ્યૂકેમિયાથી આ શ્વેતકણો જ પ્રભાવિત થાય છે. અસાધારણ માત્રામાં તેનું વિભાજન થવા માંડે છે અને સંખ્યા સતત વધવા લાગે છે. એટલી માત્રા સુધી વધી જાય છે, કે પછી સામાન્ય રક્ત કોશિકાઓ બનવામાં પણ અડચણ પડે છે! શ્વેતકણો મુખ્યત્વે અસ્થિમજ્જા (બોન-મેરો)માં બને છે. લ્યૂકેમિયાથી અસ્થિમજ્જા પ્રભાવિત થાય છે.

લ્યૂકેમિયાના ચાર પ્રકાર છે:

  1. તીવ્ર માયલોજનસ લ્યૂકેમિયા : આ લ્યૂકેમિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે. વયસ્કો અને બાળકોને થઈ શકે છે.
  2. તીવ્ર લિમ્ફોસાઇટિક લ્યૂકેમિયા : આ પ્રકારનો લ્યૂકેમિયા બાળકોમાં વધારે જોવા મળે છે.
  3. ક્રોનિક માઇલોજેનસ લ્યૂકેમિયા : વયસ્કોને વધારે પડતા પ્રભાવિત કરે છે.
  4. ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યૂકેમિયા : ૫૫ વર્ષથી વધારે વય ધરાવતા આધેડ-વૃદ્ધોને થવાનો ભય રહે છે. જો કે, આ બહુ ઓછો જોવા મળતો પ્રકાર છે.
Image Source

આ રોગ વિશે થોડું વધારે :
આ બિમારી થવાનાં કોઈ ચોક્કસ અને પરિપૂર્ણ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. એવું કહેવાય છે, કે આનુવંશિક અને પર્યાવરણ આના માટેનું કારણ બની શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવી, વારંવાર સંક્રમણ, હાડકામાં દર્દ, થકાવટ, પરસેવો, ફિવર અને એવાં બીજાં લક્ષણોને લ્યૂકેમિયાની ઓળખ કહેવામાં આવે છે.

Author: કૌશલ બારડ: GujjuRocks Team