ખબર ફિલ્મી દુનિયા

ઋષિ કપૂરના અંતિમ દર્શન સમયે આલિયા ભટ્ટ ફોનથી ફોટો ખેંચી રહી હતી? થયો મોટો ખુલાસો

રિશી કપૂરનું ગુરુવારે મૃત્યુ થયું હતું. એમને ૬૭ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધી.રિશીનું બધાને છોડીને ચાલ્યા જવાનું ખુબ જ દુઃખ થયું.લતા મંગેશકરે પણ એમના મૃત્યુ પર કહ્યું હતું કે એમની ઉમરમાં પણ કોઈ જાય ખરું? ચાહકો સહીત દુનિયા ભરના લોકો અને બધા સેલિબ્રિટીઓ ગમગીન થઇ ગયા છે.

રિશી કપૂર ના અંતિમ સંસ્કાર ગુરુવારે જ કરી નાખ્યા હતા.એમના અંતિમ દર્શન માટે કપૂર ફેમિલીની સાથો સાથ અભિષેક બચ્ચન, સૈફ અલીખાન સહીત ૨૫ લોકો આવ્યા હતા અને આ લોકોની હાજરીમાં જ અંતિમ સંસ્તાર કર્યા હતા.

પરંતુ , આ સમયે સૌથી દુઃખ ની વાતતો એ છે કે રિશી કપૂરને એમની પુત્રી રિધિમાં કપૂર અંતિમ વિદાઈ પણ ના આપી શકી.એના અંતિમ દર્શનના સમાચાર સાંભળી ને દિલ્હી પોલીસ તરફ થી પરવાગી મળી ગઈ હતી અને તે રોડ દ્વારા મુંબઈ રવાના થઇ ગયી હતી.પરંતુ તે સમયસર પહોંચી ના શકી.

એવામાં સોશ્યિલ મીડિયા પર આલિયા ભટ્ટની એક ફોટો વાઇરલ થઇ હતી,જેમાં એ રિશી કપૂરના અંતિમ સંસ્કાર દરમિયાન ફોનનો ઉપયોગ કરતી દેખાઈ રહી હતી

પરંતુ એની સાચી હકીકત હવે સામે આવી છે કે તે ફોન દ્વારા વીડીઓ અને ફોટો ક્લિક કરી રહી ના હતી પરંતુ રિશી કપૂરની પુત્રીને એનમાં પાપાના અંતિમ દર્શન વીડીઓ કોલ દ્વારા કરાવતી હતી. સોશ્યિલ મીડિયા પર હકીકત જાણ્યા વગર લોકો આલિયા ભટ્ટને સાચું ખોટું કહેતા હતા .પરંતુ એ સારું કામ કરી રહી હતી.એક પુત્રીને એના પિતાના અંતિમ દર્શન કરાવી રહી હતી.

જણાવી દઈએ કે પાપાને નહિ મળી શકવા ને કારણે રિધિમાં કપૂર ખુબ જ દુઃખીહતી અને એને સોશ્યિલ મીડિયા પર રિશી કપૂરને ના મળી શકવાનું દુઃખ પ્રગટ કર્યું હતું.એને દુઃખી થઇ ને લખ્યું કે, ‘કાશ હું મારા પાપા પાસે હોત અને એમને અંતિમ વિદાઈ દઈ શકી હોત’.

આ સાથે રિધિમાં એ લખ્યું હતું કે ‘પાપા પાછા આવી જાવ ને’. એક પુત્રી જયારે એમનાં પિતાના અંતિમ દર્શનના કરી શકે તો એ સૌથી ખરાબ સમય હોઈ છે.તે ખુદ પોતાને કોશે છે.જિંદગી ભર રિધિમાં ને ના મળવા નું દુઃખ રહેશે.

એવામાં રિધિમાનું દુઃખ હળવું કરવાની કોશિશ અલીયાભટ્ટે કરી હતી. રિશી કપૂરના અંતિમ સંસ્કાર રણબીર કપૂર ની હાજરીમાં થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.