ફિલ્મી દુનિયા

લોકડાઉનમાં દિલ્હીમાં ફસાઈ હતી ઋષિ કપૂરની દીકરી, તો શું સરકારે મુંબઈ જવાની પરવાનગી આપી? જાણો વિગત

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના પરિવારને સડક માર્ગે દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી ગૃહ મંત્રાલયે આપી દીધી છે. ઋષિ કપૂરના પરિવાર જનોએ ગુરુવારે સવારે મુંબઈ જવાની પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ દિલ્હી પોલીસ ઋષિ કપૂરના પરિવારજનોને મદદ કરી છે. ઋષિ કપૂરના પરિવારજનોએ ગૃહ મંત્રાલયે પાસે અનુમતિ માંગી હતી કે એમના પરિવારજનોને દિલ્હીથી મુંબઈ જવા દેવામાં આવે, જેમાં એની પુત્રીનો પણ સમાવેશ થાય છે. કપૂર પરિવારના ત્રીજી પેઢીના ખ્યાતનામ વ્યક્તિ ઋષિ કપૂરના પરિવારમાં પત્ની નીતુ કપૂર, પુત્ર રણબીર કપૂર, અને પુત્રી રિધિમાં કપૂર સાહાની છે. રણબીર અને નીતુ કપૂર અત્યારે મુંબઈમાં છે જયારે પુત્રી રિધિમાં દિલ્હી માં હતી. એવામાં એણે ગૃહ મંત્રાલયે પાસે પરવાનગી માંગી હતી.

પુત્રી રિધિમાં કપૂર સાહાની એના પિતાને છેલ્લી વાર જોવા ઇચ્છતી હતી. એટલા માટે એમના પરિવારે દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી માંગી હતી. રિધિમાં સાહાનીએ સ્થાનિક અધિકારીઓને આ સંબંધમાં અરજી આપી હતી.

નવી અપડેટ
માટે જ રિદ્ધિમા કપૂરે ખાનગી જેટથી મુંબઇ પહોંચવાની પરવાનગી માંગી હતી, પછી રિદ્ધિમાને ખાનગી જેટ દ્વારા મુંબઈ જવાનું લગભગ નક્કી હતું, પરંતુ છેલ્લે ડીજીસીએએ મંજૂરી ન આપી અને રિદ્ધિમાને મળતી પરવાનગી રદ્દ કરી દીધી, જેના કારણે તેણી તેના પિતાના અંતિમ દર્શન કરવા મુંબઈ પહોંચી શકી નહીં.

હાલ, લોકડાઉનના લીધે દિલ્હીની સીમાઓ બંધ છે અને સાથોસાથ દિલ્હીથી બધી જ ફ્લાઈટ ની અવર જવર બંધ કરાવેલ છે. એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અનુમતિ મળવા પર રિધિમાં અને તેનો પરિવાર સ્પેશ્યલ વિમાનથી મુંબઈ પહોંચશે. એના માટે જરૂરી આવેદન દિલ્હી અને મહારાષ્ટ ના અધિકારીને મોકલ્યા હતા. આપણે જણાવી દઈએ કે, ઋષિ કપૂર કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ઋષિ કપૂર ગયા વર્ષે જ ન્યૂયોર્કથી સારવાર કરીને પાછા આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.