મનોરંજન

સુપરસ્ટારના પિતા અને તૈમૂરના નાના હતા ઋષિ કપૂર, પાછળ છોડી ગયા કપૂર પરિવારનો વારસો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહી ગયા. તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કાલે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે નીતુ કપૂર અને રણબીર કપૂર પણ હતા. આજે સવારે સમાચાર આવ્યા કે ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિના નામની સાથે, તેની અટક પણ બોલિવૂડમાં એક ઉચ્ચ દરજ્જો ધરાવે છે. તેમનો પરિવાર પેઢીઓથી બોલીવુડ પર રાજ કરે છે. ચાલો જાણીએ ઋષિ કપૂરના પરિવાર વિશે…

પૃથ્વી કપૂરના પૌત્ર અને રાજ કપૂરના દીકરા હતા ઋષિ કપૂર

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઇ (તે સમયે બોમ્બે) ના ચેમ્બુરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેનું નામ ઋષિ રાજ કપૂર રાખવામાં હતું. ઋષિના દાદા પૃથ્વીરાજ કપૂર હતા. પૃથ્વીરાજ કપૂર ભારતીય થિયેટર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા હતા, જેમણે હિંદી સિનેમામાં સાયલન્ટ એરાથી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઋષિ કપૂરના દાદા પછી તેમના પિતા રાજ કપૂરે આ ઉદ્યોગનો હવાલો સંભાળ્યો. તે એક અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક હતા. રાજ કપૂરે કૃષ્ણા રાજ કપૂર (મલ્હોત્રા) સાથે લગ્ન કર્યા.

કાકા અને મામા પણ હતા પ્રસિદ્ધ અભિનેતા

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરના પિતા જ નહીં, પણ તેના કાકા શશી કપૂર અને શમ્મી કપૂર પણ પ્રખ્યાત અભિનેતા છે. જેમણે પોતાના સમયમાં જબરદસ્ત નામ કમાવ્યું. પ્રેમ નાથ અને રાજેન્દ્ર નાથ ઋષિ કપૂરના મામા હતા. તેમનો આખો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો.

રણધીર કપૂર અને રાજીવ કપૂર છે ઋષિ કપૂરના ભાઈ

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂર રાજ કપૂરનો બીજો પુત્ર હતો. રણધીર કપૂર અને રાજીવ કપૂર તેના ભાઈઓ હતા. ઋષિ કપૂરે ત્રણેય ભાઈઓમાં સૌથી વધુ નામ કમાવ્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી. તે ચોકલેટી હીરોમાં ગણાતા હતા. ઋષિની બે બહેનો ઋતુ નંદા અને રીમા જૈન છે. ઋતુ નંદાનું મોત થોડા સમય પહેલા જ થયું હતું.

નીતુ કપૂર સાથે કર્યા લગ્ન

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરે 22 જાન્યુઆરી 1980ના રોજ અભિનેત્રી નીતુ કપૂર (સિંહ) સાથે લગ્ન કર્યા. બંનેએ એક ડઝનથી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમના બે બાળકો છે, રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની. રિદ્ધિમાની પોતાની જ્વેલરી બ્રાન્ડ છે, જ્યારે રણબીર કપૂર બોલિવૂડના જાણીતા અભિનેતા છે.

કરીના અને કરિશ્મા કપૂરના કાકા

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

માત્ર રણબીર કપૂર જ નહીં, ઋષિ કપૂરની ભત્રીજીઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ બોલિવૂડની મોટી અભિનેત્રીઓ છે. જ્યારે કરિશ્મા તેના સમયની ટોચની અભિનેત્રી હતી, ત્યારે કરીના હવે તેનો વારસો આગળ ધપાવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.